Home> Gujarat
Advertisement
Prev
Next

Big News : ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટી સહાય જાહેર કરી

Big Breaking :કૃષિ મંત્રી રાઘવજી પટેલનો ખેડૂતોના હિતકારી નિર્ણય.... લાલ ડ઼ુંગળીના ખેડૂતો માટે 70 કરોડની સહાયની જાહેરાત... બટાકા પકવતા ખેડૂતો માટે પણ સહાય જાહેર કરી

Big News : ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટી સહાય જાહેર કરી

Gujarat Government : છેલ્લા કેટલાક સમયથી ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા મુસીબતોનો સામનો કરી રહ્યા હતા. આખરે ગુજરાત સરકારે ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રશ્નોત્તરી દરમિયાન જાહેરાત કરી કે, લાલ ડુંગળીના બજાર ભાવ પોષણક્ષમ ભાવો ન મળતાં 70 કરોડની સહાય અપાશે. સાથે જ ટ્રાન્સપોર્ટ સબસીડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ ને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરના 103 તાલુકામાં માવઠુ પડ્યું છે. કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તૈયાર થયેલા ઉભા પાકમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ છે. જીરૂ, ઘઉં, રાયડો, કપાસનાં પાકમાં સૌથી વધુ નુકસાન છે. 

કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાંથી જાહેરાત કરતા જણાવ્યું છે કે, 'ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી આપવામા આવશે. ખેડૂતોને 70 કરોડની સહાય આપવામાં આવશે. ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કીલો માટે સહાય મળશે. સરકાર એક કિલોએ 2 રૂપિયાની સહાય આપશે. બટાકા અન્ય દેશમાં એક્સપોર્ટ કરવા પર 25 ટકા સહાય આપવામાં આવશે.' 

લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 કરોડની સરકારની મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને એક કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાય આપશે. ખેડૂતોને કટ્ટા દીઠ 100 રૂપિયાની સહાય ચુકવાશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા સુધીની સહાય ચુકવાશે. આ ઉપરાંત રાજ્યો કે દેશ બહાર રોડ ટ્રાન્સપોર્ટેશન કરવા માટે પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની જાહેરાત કરાઈ છે. રેલવે મારફતે સો ટકા અથવા 1150 મેટ્રિક ટનની સહાય રહેશે. તો દેશ બહાર નિકાસ કરવા માટે ખર્ચના 25% અથવા 10 લાખની મર્યાદામાં સહાય ચૂકવાશે. ટ્રાન્સપોર્ટેશન માટે 20 કરોડની સહાયની જાહેરાત થઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ APMCમાં ડુંગળી વેચનારા ખેડૂતોને આ સહાય મળશે. ગુજરાતમાં લાલ ડુંગળીનું અંદાજે 7 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. ત્યારે આ સહાયથી નુકસાની ભોગવતા ખેડૂતોને રાહત મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More