Ahmdabad Airport: અમદવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં એક વિમાન તૂટી પડ્યું છે. અદાણી એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયેલ છે તેવી પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. શહેરના મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.
गुजरात के अहमदाबाद में 242 यात्रियों को लेकर जा रहा एयर इंडिया का विमान दुर्घटनाग्रस्त हो गया है, राज्य पुलिस नियंत्रण कक्ष ने इसकी पुष्टि की है।
अधिक जानकारी की प्रतीक्षा है pic.twitter.com/7awqDgAWq5
— ANI_HindiNews (@AHindinews) June 12, 2025
અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળતા ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પ્લેનમાં 242થી વધારે મુસાફરો હતા. ફાયર બ્રિગેડ દ્વારા ઘાયલોના રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર એર ઈન્ડિયાના આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહી હતી.
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાનો LIVE VIDEO, સર્જાયો અફરાતફરીનો માહોલ
એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે. અકસ્માત પછી તરત જ, 7 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું. વિમાન દુર્ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં અકસ્માત સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો ઉડતો જોવા મળી રહ્યો છે. ઘટનાસ્થળે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓએ હજુ સુધી અકસ્માતનું કારણ પુષ્ટિ આપી નથી. મેઘાણીનગર વિસ્તાર નજીક ધારપુરમાંથી ભારે ધુમાડો દેખાઈ રહ્યો છે. BSF અને NDRF ટીમોને અકસ્માત સ્થળે મોકલવામાં આવી છે. ક્રેશ થયેલ વિમાન બોઇંગનું 787 ડ્રીમલાઇનર હોવાનું કહેવાય છે, જે 11 વર્ષ જૂનું હતું.
એર ઇન્ડિયાનું વિમાન AI-171 દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) થી અમદાવાદ માટે ઉડાન ભરી હતી અને અહીં થોડા સમય માટે રોકાયા બાદ ગુરુવારે બપોરે લંડન માટે ઉડાન ભરી હતી અને ક્રેશ થયું હતું. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે ક્રેશ થયા પછી, વિમાનમાં આગ લાગી હતી અને આગ ઓલવવા માટે ફાયર એન્જિનો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા. NDRF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાંધીનગરથી 90 કર્મચારીઓ ધરાવતી તેની ત્રણ ટીમોને વિમાન દુર્ઘટના સ્થળે મોકલવામાં આવી છે. વડોદરાથી કુલ ત્રણ વધુ ટીમો મોકલવામાં આવી રહી છે.
BIG BREAKING: અમદવાદમાં મોટી દુર્ઘટના; લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન ટેકઓફ બાદ
એર ઇન્ડિયાના પ્રવક્તાએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'અમદાવાદથી લંડન ગેટવિક એરપોર્ટ જતી ફ્લાઇટ AI171 આજે 12 જૂન 2025 ના રોજ ક્રેશ થઈ ગઈ હતી. હાલમાં, અમે અકસ્માતથી થયેલા નુકસાનની તપાસ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે http://airindia.com અને અમારા X હેન્ડલ https://x.com/airindia પર વધુ માહિતી શેર કરીશું.' એરપોર્ટ પર હાજર CISF ની ટીમ સ્થળ પર હાજર છે. અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી ઉડાન ભર્યા પછી તરત જ, વિમાન એરપોર્ટ પરિસરની અંદર જમીન પર પડી ગયું અને જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે