Home> Gujarat
Advertisement
Prev
Next

OBC અનામત પર સૌથી મોટા સમાચાર, ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો

OBC Quota: ઓબીસી અનામત પર સૌથી મોટા સમાચાર આવ્યા છે. ઝવેરી કમિશનનો ઓબીસી ક્વોટા પરનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો છે. કેબિનેટમાં ઝવેરી કમિશનના રિપોર્ટ પર ચર્ચા થઈ. આજે સાંજે આ અંગે મોટી જાહેરાત કરી શકે છે.

OBC અનામત પર સૌથી મોટા સમાચાર, ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો

Jhaveri Commission Report: ઓબીસી અનામત પર સૌથી મોટા સમાચાર આવ્યા છે. વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં ઝવેરી કમિશનની ભલામણો પર ચર્ચા થઈ. ગુજરાત સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ આજે જાહેર કરી શકે છે. આજે સાંજે આ અંગે મોટી જાહેરાત કરી શકે છે. રિપોર્ટ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા હવે તેજ થશે. 

fallbacks

વર્ષ 2022માં ઝવેરી કમિશનની થઈ હતી રચના
આ અંગે વર્ષ 2022માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજમાં વસ્તીના આધારે અનામત આપવા માટે પંચની રચના કરવા રાજ્યોને આદેશ આપ્યો હતો. ગુજરાતમાં પંચની રચના થઇ ન હતી. ઓબીસી અનામત જાહેર થયા વિના સ્થાનિક સ્વરાજની ચુટંણીઓ યોજાવાની હતી. પણ કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને અન્ય ઓબીસી નેતાઓએ વિરોધ કરતાં ચૂંટણીઓ મુલતવી કરી હતી. સરકારે કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતાવાળા ઝવેરી પંચની રચના કરી. અનેક વાર પંચની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. પંચને રજુઆત કરવા માટે સમિતિ જગ્યાઓ નક્કી કરાઇ હતી. અમિત ચાવડા અને અન્ય ઓબીસી નેતાઓએ પત્ર લખી રજૂઆત ઝોન અને જિલ્લા સ્તરે કરવા માટે માંગ કરતાં રજૂઆત માટેની જગ્યાઓ વધારવામાં આવી. ઝવેરી પંચનો રીપોર્ટ તૈયાર થયા બાદ તે સરકારને સુપ્રત કરવામાં આવ્યો. કે એસ ઝવેરીના વડપણ હેઠળ સમર્પિત આયોગની રચના કરાઇ હતી. હજુ તેની અમલ વારી થઇ નથી

અત્રે જણાવવાનું કે ૭૧૦૦ ગ્રામ પંચાયત ,૭૫ નગર પાલિકા , બે જિલ્લા પંચાયત અને ૧૮ તાલુકા પંચાયતની ચૂંટણી ન થતાં વહિવટદાર નું શાસન છે. ઝવેરી કમિશને 90 દિવસમાં રીપોર્ટ આપવાનો હતો પણ ૯ મહિને રીપોર્ટ આપ્યો. આ અંગે બે વાર મુદત પણ વધારવામાં આવી. 

વધુ વિગતો માટે જુઓ Video

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More