Home> Gujarat
Advertisement
Prev
Next

આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો : સુરતમાં વધુ 2 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

AAP Gujarat : સુરતમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આમ આદમી પાર્ટીના વધુ 2 કોર્પોરેટરોએ ભાજપનો કેસરિયો ખેસ કર્યો છે... આ સાથે કુલ 12 કોર્પોરેટરે કેસરિયા કર્યાં છે 

આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો : સુરતમાં વધુ 2 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

Surat News : સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. આપ સુરતના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. કનુ ગેડિયા અને રાજુ મોરડિયાએ પક્ષપલટો કરીને આપનો સાથ છોડ્યો છે, અને ભાજપનો હાથ પકડ્યો છે. આ પહેલાં 10 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કુલ 12 કોર્પોરેટર આપ છોડીને ભાજપમાં જોડાયા છે. 

fallbacks

મહત્વનું છે કે થોડા સમય અગાઉ ભાજપના 4 કોર્પોરેટરે રાજીનામા આપ્યા હતા. હવે વધુ 6 કોર્પોરેટરે આપથી કંટાળીને રાજીનામા ધરી દીધા છે. ત્યારે ઉધનામાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે હર્ષ સંઘવી સહિતના નેતાઓની હાજરીમાં આ તમામ 10 કોર્પોરેટરોએ ભાજપને ખેસ ધારણ કરી લીધો હતો. તો હવે બીજા 2 કોર્પોરેટરે ભાજપનો હાથ પકડ્યો છે. 

યુવરાજસિંહ જાડેજાનો ધડાકો : ડમી કાંડમાં સરકારના આ પૂર્વ શિક્ષણ મંત્રીનું લીધું નામ

અગાઉ કોણે રાજીનામા આપ્યા હતા તેવી વાત કરીએ તો 

  • વોર્ડ નં 2ના ભાવનાબેન સોલંકી 
  • વોર્ડ નં 3ના રૂતાબેન ખેની
  • વોર્ડ નં 8ના જ્યોતિબેન લાઠિયા
  • વોર્ડ નં 16ના વિપુલ મોવલિયા

વધુ જે 6 કોર્પોરેટરે રાજીનામા આપ્યા છે તેમના નામની વાત કરીએ તો, 

  • વોર્ડ નં 4ના ઘનશ્યામ મકવાણા 
  • વોર્ડ નં 4 ધર્મેન્દ્ર વાવલિયા 
  • વોર્ડ નં 5 અશોક ધામી 
  • વોર્ડ નં 5 કિરણ ખોખાણી 
  • વોર્ડ નં 5નિરાલી પટેલ 
  • વોર્ડ નં 17 સ્વાતિ ક્યાડા 

આજે આ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયો 
કનુ ગેડિયા અને રાજુ મોરડિયા

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી, હવે આ શહેરમાં ફરિયાદ દાખલ થઈ

સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. જેથી ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. સુરતમાં AAP ના કુલ 12 કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કરતા ખળભળાટ મચી ગયો છે. પહેલાં 10 કોર્પોરેટરના રાજીનામા આપ્યા હતા. આમ, કુલ મળીને 12 કોર્પોરેટરોએ કેસરિયા કર્યાં છે. ગૃ

ઈસુદાન ગઢવીએ લગાવ્યો હતો આરોપ
ઇસુદાન ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમે બે કોર્પોરેટરને આજે હાંકી કાઢ્યા છે. તેથી તેઓ ક્યાં જાય છે તેનો અમને મતલબ નથી. પુરાવા મળ્યા હતા કે, બંને કોર્પોરેટરે ભાજપ પાસેથી રૂપિયા લીધા હોવાની માહિતી મળી હતી. અમે તેમને કાઢી મૂક્યા હતા. તેથી તેઓ ગમે ત્યાં જોડાય તેનાથી અમને કોઈ ખબર નથી. ભાજપનો જ ધંધો આ જ છે. તેનાથી ગુજરાતની જનતાને દુખ પહોંચ્યુ છે. અમે લોકોને કાઢી રહ્યા છે, આવા લોકો અમને જોઈતા નથી. અમે તો 10 ને કાઢ્યા, પણ ભાજપના 40 કોર્પોરેટરે રાજીનામા આપ્યા છે. બે-ચાર લોકોના આવવા-જવાથી અમને ફરક નથી પડતો. 

તિરંગાના ઘોર અપમાનનો આ Video જોઈ તમારું લોહી ઉકળી જશે, રાષ્ટ્ર ધ્વજથી થઈ ચીકનની સફાઈ

ભાજપની નજર આપના ધારાસભ્યો પર
અરવિંદ કેજરીવાલને CBIનું તેડું આવ્યું ને આ તરફ સુરત AAPના 6 નગરસેવકે પીઠ બતાવી, તમામ 6 કોર્પોરેટર્સે ભાજપનો ખેસ ધારણ કર્યો, અત્યાર સુધીમાં 10ની વિકેટ પડી છે. ભાજપનો ટાર્ગેટ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કરતાં AAPના પાંચ ધારાસભ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેઓએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. ભાજપ દિવાળી પહેલાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને ખેંચી શકે છે. સુરતથી AAPના સફાયાની શરૂઆત, દિવાળી પહેલાં AAPના 5 ધારાસભ્યને પણ BJP ખેંચી શકે છે. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે પાંચ MLA ચૂંટાયા તેમાં જામનગર જિલ્લાની જામજોધપુર બેઠક પરથી હેમંત ખવા, જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી ભુપત ભાયાણી, ભાવનગરના ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી, બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી ચૈતર વસાવા જિત્યા હતા. આ તમામ હાલ ભાજપના ટાર્ગેટ પર હોવાનું કહેવાય છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More