Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad Metro: દિવાળીમાં અમદાવાદ મેટ્રોના સમયમાં મોટો ફેરફાર; ફક્ત 7 વાગ્યા સુધી જ ચાલું રહેશે ટ્રેન

દિવાળીના દિવસે એટલે કે રવિવારે સવારે 6:20થી રાત્રિના 7:20 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરો મેટ્રો રેલની કાર્યકારી સલામતી સાથે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પણ અસર કરી શકે છે અને તેથી આ નિર્ણય લેવાયો છે.

Ahmedabad Metro: દિવાળીમાં અમદાવાદ મેટ્રોના સમયમાં મોટો ફેરફાર; ફક્ત 7 વાગ્યા સુધી જ ચાલું રહેશે ટ્રેન

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: દિવાળીના દિવસે અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે એટલે કે રવિવારે સવારે 6:20થી રાત્રિના 7:20 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરો મેટ્રો રેલની કાર્યકારી સલામતી સાથે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પણ અસર કરી શકે છે અને તેથી આ નિર્ણય લેવાયો છે.

fallbacks

મેટ્રો ટ્રેન સેવાનો સમય
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સત્તાવાર માહિતી અનુસાર ફક્ત 12 નવેમ્બર એટલે દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. ફક્ત 12 નવેમ્બર અને દિવાળીના દિવસે મેટ્રો ટ્રેન સેવા સવારે 6:30 વાગ્યાથી રાત્રીના 7:00 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, દિવાળીની રાત્રે ફૂટતા ફટાકડાથી ટ્રેન અને મુસાફરોની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરેલી સત્તાવાર માહિતી અનુસાર દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફૂટતા ફટાકડાથી મેટ્રો ટ્રેન અને મુસાફરોની સલામતીને અસર થઈ શકે છે. 12 નવેમ્બર 2023, રવિવારના રોજ ફક્ત એક દિવસ માટે મેટ્રો ટ્રેન સેવા સવારે 6:30 વાગ્યાથી રાત્રીના 7:00 વાગ્યા સુધી જ કાર્યકર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More