ઝી બ્યુરો/મહેસાણા: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક સમાચાર મળી રહ્યા છે. વાવાઝોડાના પગલે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં પાટણ અને બનાસકાંઠામાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે પરીક્ષા એક અઠવાડિયું મોડી શરુ થશે.
જી હા....હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા એક નિર્ણય લેવાયો છે, જેમાં પરીક્ષા એક અઠવાડિયું મોડી શરૂ કરવાનું ફરમાન નીકળ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે