Home> Gujarat
Advertisement
Prev
Next

Amul એ પશુપાલકોની આપી મોટી ખુશખબરી : દૂધના ભાવમાં વધારો કર્યો, બીજી પણ મોટી જાહેરાત કરી

Amul News : પશુ પાલકો માટે આનંદના સમાચાર.... ખેડા દૂધ ઉત્પાદક સંઘે દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો... દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિલીટર 20 રૂપિયાનો વધારો 

Amul એ પશુપાલકોની આપી મોટી ખુશખબરી : દૂધના ભાવમાં વધારો કર્યો, બીજી પણ મોટી જાહેરાત કરી

Amul Hike Price Of Milk Producers : અમૂલે પશુ પાલકોને આનંદનાં સમાચાર આપ્યા છે. અમૂલ ડેરી દ્વારા દૂધનાં ખરીદભાવમાં પ્રતિલીટર 20 રૂપિયાનો વધારો અપાયો છે. પ્રતિ કિલો ફેટ 800 માં વધારો કરી 820 રૂપિયા ચુકવાશે. સાથે જ અમૂલે કહ્યું કે, 1લી એપ્રિલ  દૂધનો નવો ખરીદભાવ અમલમાં આવશે. આ ભાવ વધારાથી અમૂલ સાથે સંકળાયેલા ચાર લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. 

fallbacks

આણંદની અમૂલ ડેરી ખાતે અમૂલ ડેરીનાં ચેરમેન વિપુલ પટેલએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમૂલ દ્વારા દૂધનાં ખરીદ ભાવ પ્રતિ કિલો અગાઉ 800 આપવામાં આવતા હતા જેમાં 20 રૂપિયાનો વધારો કરી હવે દૂધનો નવો ખરીદ ભાવ 820 રૂપિયા ચુકવવામાં આવશે. આવતીકાલે 1લી એપ્રીલથી સવારથી દૂધનો નવો ખરીદભાવ અમલમાં આવશે. આ ભાવ વધારાથી અમૂલ સાથે સંકળાયેલા આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાનાં ચાર  લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.

આબુ ફરવા જનારા ગુજરાતીઓને મોટો ઝટકો, આજ રાતથી વધી જશે તમારું ફરવાનું બજેટ

ભેંસનાં દૂધમાં પ્રતિ લીટર 1.24 થી 1.44 રૂપિયાનો વધારો
ગાયનાં દૂધમાં પ્રતિલીટર 0.84 થી 0.90નો વધારો અપાયો
ભેંસના દૂધમાં 6 ટકા ફેટ પ્રતિ લીટર જૂનો ભાવ 49.42 રૂપિયા 
ભેંસના દૂધમાં 6 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 50.66 રૂપિયા 
ભેંસના દૂધમાં  7 ટકા ફેટ પ્રતિ લીટર જૂનો ભાવ 57.66 રૂપિયા 
ભેંસના દૂધમાં 7 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 59.10 રૂપિયા 
ગાયના દૂધમાં 3.50  ટકા ફેટ પ્રતિ લીટર જૂનો ભાવ 33.48  રૂપિયા 
ગાયના દૂધમાં 3.50  ટકા ફેટ પ્રતિ લીટર નવો  ભાવ 34.33 રૂપિયા 
ગાયના દૂધમાં 4  ટકા ફેટ પ્રતિ લીટર જૂનો ભાવ 35.30 રૂપિયા 
ગાયના દૂધમાં 3.50  ટકા ફેટ પ્રતિ લીટર નવો  ભાવ 36.20  રૂપિયા 

જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટરને લઈને બે મોટા અપડેટ આવ્યા

અમૂલ દ્વારા ભેંસનાં દૂધમાં પ્રતિ લીટર 1.24 થી 1.44 રૂપિયાનો વધારો કરાયો. જ્યારે કે, ગાયનાં દૂધમાં પ્રતિલીટર 0.84 થી 0.90  પૈસાનો વધારો અપાયો છે. હાલમાં દૂધના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, ધાસચારાનાં ભાવ પણ વધ્યા છે, તેવા સમયે ખેડુતોને પશુપાલન વ્યવસાયમાં પોષણક્ષમ ભાવ મળે અને તેઓ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા રહે તે માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું. 

ચેરમેન વિપુલભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી છે. તેઓએ કહ્યું કે, દરેક સભાસદને 2 લાખ સુધીનો અકસ્માત વીમો અમૂલ દ્વારા આપવામાં આવશે. જેમાં વીમાનું પ્રિમિયમ અમૂલ ભરશે. સભાસદના અકસ્માત મોતનાં કિસ્સામાં બાળકોને 20 હજારની તાત્કાલિક મદદ કરાશે. 

ગુજરાતી કવિ દુલાભાયાએ 100 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી પડી, ઘરે ઘરે થઈ રહ્યુ છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More