Home> Gujarat
Advertisement
Prev
Next

સૌરાષ્ટ્રના લોકો માટે ખુશખબર, આ હાઈવે પર ઘટી ગયો ટોલ ટેક્સ, આજથી અમલ થશે

Pithadiya Toll Plaza : રાજકોટ જેતપુર વચ્ચે આવતા ભરુડી અને પીઠડીયા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સમાં ઘટાડો કરાયો છે... આજથી નવા ભાવ લાગુ થશે... સ્થાનિકોના વિરોધની મોટી અસર 

સૌરાષ્ટ્રના લોકો માટે ખુશખબર, આ હાઈવે પર ઘટી ગયો ટોલ ટેક્સ, આજથી અમલ થશે

Jetpur News : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મોટી ખુશખબર આવી છે. સ્થાનિક લોકોના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનની મોટી અસર જોવા મળી છે. રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં રાતોરાત 25% જેવો ઘટાડો કરવામાં આવ્યો છે. 

fallbacks

આજથી ટોલ ટેક્સમાં ઘટાડો લાગુ 
આજ સવારથી જ રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ભરુડી અને પીઠડીયા ટોલપ્લાઝા પર ટોલ ફીમાં ઘટાડો કરવામા આવ્યો છે. પીઠડીયા ટોલનાકા પર આજથી હવે રૂપિયા 35 કરી દેવામાં આવ્યા છે. આજથી જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. ફોરવીલર માટે એક તરફી મુસાફરીના ભરૂડી ટોલ પ્લાઝા રુપિયા 45 અને પીઠડીયા ટોલ પ્લાઝાના 45 વસૂલવામાં આવતા હતા. જેના હવે 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. 

આ ઉપરાંત ભરૂડી ટોલનાકા પર ફોરવ્હીલના ટોલટેક્ષ પર કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. લાઈટ કોમર્શીયલ વ્હીકલ અને મીની બસ જેવી કેટેગરીના વાહનો માટે અગાઉનો 85 રૂપિયાનો ટોલ દર ઘટાડીને પીઠડીયામાં રૂા.60 અને ભરૂડીમાં રૂા.80 કરવામાં આવ્યો છે. બસ અને ટ્રક માટેનો ટોલટેકસ 165 થી ઘટાડીને પીઠડીયા ટોલનાકા પર 125 રૂપિયા કરવામાં આવ્યો છે.

મિલકત દસ્તાવેજની નોંધણી અંગે સરકારનો મોટો નિર્ણય, હવેથી ફરજિયાત કરવું પડશે આ કામ

એક જ દિવસમાં રિટર્ન મુસાફરીમાં લાગતા ટોલટેકસમાં બન્ને ટોલપ્લાઝા પર મોટો ઘટાડો કરાયો છે. પીઠડીયા ટોલ પ્લાઝા પર કાર-જીપ-વાન અથવા લાઈટ મોટર વ્હીકલ (ફોર વ્હીલ) માટે એક દિવસની રિટર્ન મુસાફરી માટે રૂા.95નો ટોલ ઉઘરાવવામાં આવતો હતો, પરંતુ હવે તે ઘટાડીને 55 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. અને ભરૂડી ટોલ પ્લાઝા પર આ ફ્રી હવે 70 રૂપીયા કરી દેવામાં આવી છે.

જોકે, ભરૂડી ટોલ ટેક્સમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ગોંડલના ભરૂડી ટોલટેક્સના 45 રૂપિયા જ વસૂલ કરવામાં આવશે. માત્ર જેતપુર નજીક પીઠડીયા ટોલનાકા 45 રૂપિયાની જગ્યાએ હવે 35 રૂપિયા વસૂલ કરવામાં આવશે. 

સ્થાનિકોએ કર્યો હતો વિરોધ 
રાજકોટ-જેતપુર વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ જયારથી શરૂ થયું છે. ત્યારથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે રોડમાં બન્ને બાજુ ડાયવર્ઝન બનાવાયું છે અને જે રસ્તા પર વાહન ચલાવવું પડે, તે રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના પરિણામે લોકોમાં ટોલનાકા હાઇવેનું કામ ચાલુ રહે ત્યાં સુધી બંધ કરવા માટે પણ માંગ ઉઠી હતી. આખરે રાજકોટ-જેતપુર વચ્ચે આવેલા બન્ને ટોલનાકા પર 25 ટકા જેવો ટોલનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં ખોડલધામથી આવ્યું મોટું નિવેદન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More