Home> Gujarat
Advertisement
Prev
Next

વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, ગુજરાત પોલીસ વડાને મળ્યું એક્સટેન્શન

Gujarat DGP News: ગુજરાતમાં આજે નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચાઓ વચ્ચે મોટી ખબર આવી છે. હાલના ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન અપાયું છે. જેથી વિકાસ સહાય ગુજરાતના ડીજીપી તરીકે બીજા 6 મહિના કાર્યભાર સંભાળશે. 

fallbacks

વિકાસ સહાયને એક્સટેન્શન અપાશે કે નહિ તેની ચર્ચા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. આ વચ્ચે નવા નામોની શક્યતા વિશે પણ ચર્ચા થઈ હતી. આ વચ્ચે આજે ગાંધીનગરમાં ડીજીપી વિકાસ સહાયના વિદાય સમારોહની ગાંધીનગરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગયાની ખબર આવી હતી. આવામાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાયની વિદાય નિશ્ચિત છે તેવું કહેવાતું હતું. પરંતુ અંતે ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય 31 ડિસેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે. 

fallbacks

આજે વિકાસ સહાય વય મર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થઈ રહ્યાં હતા. પોલીસ વિભાગમાં સર્વિસનો તેમનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ થઈ રહી છે. આજે થશે સાંજે 6.10 કલાકે વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા. પરંતુ આ ખબર અફવા નીકળી છે. હવે વિકાસ સહાય જ ગુજરાતના આગામી 6 મહિના માટે ડીજીપી રહેશે. 

ગૃહરાજ્ય મંત્રી હાલ વિદેશમાં છે
હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિદેશ પ્રવાસે છે. તેઓ 3 જુલાઈના રોજ ગુજરાત પરત આવશે. તો બીજી તરફ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ પણ લાંબી રજા પર છે. અધિક મુખ્ય સચિવ એમ કે દાસ આગામી ૯ તારીખ સુધી રજા પર થી પરત આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More