Exam Pater Leak: આજે પંચાયતની પરીક્ષા રદ્દ થતા અનેક અનેક ઉમેદવારના સપના રોળાયું છે, ત્યારે જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થવા મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. ઉચ્ચ સ્તરીય કમિટીને તપાસના આદેશ આપ્યા છે. પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને એટીએસ તપાસ કરશે. પરીક્ષાની નવી તારીખ બાબતે ટૂંક સમયમાં નિર્ણય કરાશે.
ગુજરાતમાં પેપરલીકની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. જેના કારણે સ્વચ્છ છબી ધરાવતી ગુજરાત સરકાર સામે પણ સવાલો ઉભા થાય છે, અને વિપક્ષ દ્વારા પણ વારંવાર થતા પેપરલીક અંગે ભાજપ સરકાર સામે આક્ષેપો કરવામાં આવે છે. આ સ્થિતિમાં ઉમેદવારોનો રોષ ખાળવા અને વિરોધીઓના વિરોધને ટાળવા સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. આ ઉપરાંત સરકારે આ કેસમાં એટીએસને તપાસ સોંપી કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે.
નોંધનીય છે કે, ગુજરાત એટીએસે સમગ્ર કેસની તપાસની સુકાન સાંભળી લીધી છે અને કુલ 05 ટીમો સમગ્ર કેસની તપાસમાં જોડાઇ છે. એટીએસે અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી 04 થી 05 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, જુનિયર ક્લાર્કના પેપર લીક કાંડને લઈને ગુજરાત એટીએસની તપાસ રાજ્ય બહાર થઇ રહી છે. હૈદરાબાદ, ઓડિસા, મદ્રાસ સહિતના રાજ્યોમાં ગુજરાત એટીએસની ટીમો રવાના થઈ છે. એટલું જ નહીં, વડોદરા ઉપરાંત સુરતમાં પણ ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં પેપર લીકના નેટવર્કને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઇ છે.
ગુજરાતમાં ક્યારે કયું પેપર ફૂટ્યું? પેપરલીકકાંડનો કાળો ઈતિહાસઃ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરના લાખો બેરોજગારોના ભવિષ્ય પર ફરી પેપર લીક કરનારા એ ભવિષ્ય પણ ફોડી નાખ્યું છે. આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ રહેલા અનેક વિદ્યાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસ્કો પડ્યો હતો. આ સિવાય જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે. પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે