Dummy Scam In Government Exam : રાજ્યવ્યાપી ડમી કૌભાંડમાં 36 આરોપી સામે ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. ઉમેદવારોની હોલ ટિકીટ તથા આધારકાર્ડના ફોટાને લેપટોપથી ચેડા કરીને ડમી વ્યક્તિને પરીક્ષામાં બેસાડવામાં આવતા હતા. છેલ્લા 11 વર્ષથી પરીક્ષાઓમાં ડમી બેસાડતા હતા. રાજ્યભરમાંથી 36 જેટલા શખ્સો સામે ખુદ પોલીસ ફરિયાદી બની છે. ત્યારે ડમી કૌભાંડ કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. ડમી કૌભાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે રૂપિયા લીધાનો આક્ષેપ ઉઠ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આક્ષેપ લગાવ્યા છે. બિપિન ત્રિવેદી એ યુવરાજસિંહના નજીકનાં વ્યક્તિ છે. જેણે યુવરાજસિંહ પર 55 લાખ રૂપિયા લેવાનો આક્ષેપ મૂક્યો છે.
કેવી રીતે ડમીકાંડમાં થયો રૂપિયાનો ખેલ?
કેવી રીતે લેવાયા હતા રૂપિયા
ભાવનગરના ડમી કૌભાંડ કેસમાં યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. ડમી કૌભાંડમાં નામ છૂપાવવા માટે પૈસા લીધા હોવાનો આરોપ ઉઠ્યો છે. યુવરાજસિંહના નજીકના બિપિન ત્રિવેદીએ મોટો આક્ષેપ ઉઠ્યો છે. ડમી કાંડમાં આમ આદમી પાર્ટીના આગેવાનની સંડોવણી સામે આવી છે. AAPના આગેવાન રમણિક જાની સામે પોલીસ ફરિયાદ થઈ છે. સિહોરના સંગઠન મંત્રીની પણ સંડોવણી ખૂલી છે. ત્યારે ડમી કાંડમાં રૂપિયાની લેવડ-દેવડમાં મોટો ખુલાસો થયો છે. ZEE 24 કલાક પર EXCLUSIVE માહિતી સામે આવી છે કે, ડમી કાંડમાં કઈ રીતે રૂપિયાનો ખેલ થયો હતો. પ્રદીપ અને જીગો એકટીવા પર આવ્યા હતા. જેમાં જીગાના ખભે કાળા કલરની બેગ છે. જીગાના ખભે રૂપિયા ભરેલી બેગ છે. કારમાં બેસેલા શખ્સને રૂપિયા આપવા જાય છે. કારમાં ઘનશ્યામ નામનો શખ્સ બેસેલો હોવાનો દાવો કરાયો છે. આ ઘનશ્યામ યુવરાજસિંહનો ઓળખીતો હોવાનો આક્ષેપ છે.
ડમીકાંડમાં કોનો શું રોલ?
રૂપિયાની લેતી-દેતી મામલે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, બિપીન ત્રિવેદી મારા સંપર્કમાં હતો. મારી 2018માં બિપીન ત્રિવેદી સાથે મુલાકાત થઈ હતી. વ્યાકરણવિહાર પુસ્તકને લઈને બિપિન મારા સંપર્કમાં હતો. મેં કોઈ પણ માહિતી છુપાવી નથી. આ એક રાજકીય ષડયંત્ર છે. મારી સામે લાગેલા આરોપ ખોટા.
ત્યારે અંગતના વ્યક્તિ દ્વારા આરોપ ઉઠતા રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે. તો ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના આગેવાનની પણ સંડોવણી ખૂલી છે. આમ આદમી પાર્ટી ના આગેવાન રમણિક જાની નામના શખ્સ વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સિહોરના રબારીકા ગામે રહેતા અને આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રીની પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે. હાલ તો રમણિક જાની શખ્સ થયો છે, ફરાર ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આજે ચાર આરોપીની ધરપકડ
ભાવનગર LCBએ ડમી કાંડમાં આજે 4 આરોપીની ધરપકડ કરી છે. તળાજાના 4 ઈસમોની LCB દ્વારા ધરપકડ કરાઈ છે. શરદકુમાર પનોત, પ્રકાશ દવે, પ્રદીપકુમાર બારૈયા અને બળદેવ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા 4 આરોપીઓમાં ત્રણ આરોપી સરકારી કર્મચારી છે. પ્રદીપકુમાર નંદલાલ બારૈયા, પ્રકાશભાઈ ઉર્ફ પીકે કરશનભાઈ દવે અને બળદેવ રમેશભાઈ રાઠોડ સરકારી કર્મચારી છે.
રીતે ડમી ઉમેદવારોનો વહીવટ કરાતો
પોલીસ પૂછપરછ હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. આ લોકો દ્વારા ઉમેદવારોની હોલ ટિકીટ તથા આધારકાર્ડ ચેડા કરાતા હતા. લેપટોપથી ચેડા કરીને ડમી વ્યક્તિને પરીક્ષામાં બેસાડવામાં આવતા હતા. છેલ્લા 11 વર્ષથી પરીક્ષાઓમાં ડમી બેસાડતા હતા. 36 જેટલા શખ્સો સામે ખુદ પોલીસ ફરિયાદી બની છે. 10 લાખ જેવી રકમ શરદ પનોત તથા પ્રકાશ દવે લેતા હતા. એડવાન્સ તરીકે 50 હજાર રૂપિયા લેતા હતા. ડમી ઉમેદવારને 25 હજાર રૂપિયા આપતા હતા. બળદેવ રાઠોડને 10 હજાર આપી બાકીના પૈસા વહેંચી લેતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે