Home> Gujarat
Advertisement
Prev
Next

અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો; PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું, જાણો કેટલું આવતું બિલ?

રાજકોટના TRP ગેમઝોનને PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જેનું 80,000થી 1.20 લાખ સુધીનું વીજબીલ આવતું હતું. 2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન આપ્યું હતું. TRP ગેમઝોનમાં જ્યારે આગની ઘટના બની ત્યારે નાનામૌવા ફીડર બંધ કરાયું હતું.

અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો; PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું, જાણો કેટલું આવતું બિલ?

Rajkot Fire Case: રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે દરરોજ એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે આજે એક મોટો ખુલાસો થયો છે. રાજકોટના TRP ગેમઝોનને PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જેનું 80,000થી 1.20 લાખ સુધીનું વીજબીલ આવતું હતું. 2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન આપ્યું હતું. TRP ગેમઝોનમાં જ્યારે આગની ઘટના બની ત્યારે નાનામૌવા ફીડર બંધ કરાયું હતું.

fallbacks

રાજકોટ આગકાંડના છઠ્ઠા દિવસે મોટા અધિકારીઓ પર વરસી ગાજ; આ 4 અધિકારીઓની ધરપકડ

રાજકોટના TRP ગેમઝોનનો ગ્રાહક નંબર - 88610245373 હોવાનું ખૂલ્યું છે. જેના આધારે જાન્યુઆરી 2024માં TRP ગેમઝોનનું લાઈટ બિલ 78,848 હતું. ફેબ્રુઆરી 2024 TRP ગેમઝોનનું લાઈટ બિલ 1.28 લાખથી વધુનું હતું. માર્ચ 2024માં TRP ગેમઝોનનું લાઈટ બિલ 54,228 હતું અને એપ્રિલ 2024  TRP ગેમઝોનનું લાઈટ બિલ 1.20 લાખથી વધુનું હતું.    

કેવો છે એમ. ડી. સાગઠિયાનો બની રહેલો કરોડોનો બંગલો, Photos જોઈ આંખો ફાટી જશે!

નોંધનીય છે કે, રાજકોટ આગકાંડમાં 4 અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. પહેલો પાપી અધિકારી છે TPO એમ.ડી. સાગઠિયા. જી હા...કૌભાંડી સાગઠિયાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO મુકેશ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO ગૌતમ જોશીની પોલીસે કરી ધરપકડ છે. રાજકોટ ફાયર સ્ટેશનના ઑફિસર રોહિત વિગોરાની ધરપકડ થઈ છે. તો રાજકોટ આગકાંડમાં 4 ભ્રષ્ટ અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ચારેય ભ્રષ્ટ અને પાપી અધિકારીઓ હવે ગણશે જેલના સળિયા.

રાજકોટ અગ્નિકાંડ બાદ ACB ત્રાટક્યું; હવે TPO સાગઠીયા- ફાયર બ્રિગેડ ઓફિસર ઠેબા ભરાશે!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More