Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના! 10 યુવાનો પાણીમાં ડૂબ્યા, અફરાતફરી મચી

વાસણા સોગઢી ગામે નદીમાં 9 યુવાનો ડૂબ્યા છે. મેશ્વો નદીમાં એક સાથે આટલા લોકો ડૂબતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગે 3 યુવકોની લાશ બહાર કાઢી છે. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ સાથે શોધખોળ આદરી છે.

ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના! 10 યુવાનો પાણીમાં ડૂબ્યા, અફરાતફરી મચી

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં ગણેશ વિસર્જનનો સમય ચાલી રહ્યો છે, જેના કારણે નદી-તળાવોમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પાટણમાં બુધવારે મોટી દુર્ઘટના ઘટી હતી, હવે ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના ઘટી છે. 

fallbacks

ફરી ગુજરાતમાં છોતરાં પાડશે મેઘો! જાણો શું થવાની છે નવા જૂની, ગાજવીજવાળી ભયાનક આગાહી

વાસણા સોગઢી ગામે નદીમાં 10 યુવાનો ડૂબ્યા છે. મેશ્વો નદીમાં એક સાથે આટલા લોકો ડૂબતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગે 8 યુવકોની લાશ બહાર કાઢી છે. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ સાથે બે લોકોની શોધખોળ કરી રહ્યા છે. 10 યુવાનો ડૂબવાની ઘટનાથી લોકોના ટોળા ઉમટ્યાં છે.

હવે આંધી, તોફાન અને પૂરને રોકી શકાશે! ભારત કરવા જઈ રહ્યું છે સૌથી મોટો આ ચમત્કાર

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, દહેગામના વાસણા સોગઠી ગામની નદીમાં 10 લોકો ડૂબ્યાની ઘટના પ્રકાશમાં આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. 8 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે. હાલ ઘટના સ્થળ ઉપર મામલતદાર ટીડીઓ તેમજ ધારાસભ્ય હાજર છે.

દહેગામના વાસણા સોગઢી ગામ પાસે ગણેશ વિસર્જન દરમિયાન 8 યુવાનો મામલે મોટા અપડેટ મળી રહ્યા છે. મેશ્વો નદીમાં જે યુવાનો ડૂબ્યા છે, તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આઠે આઠ યુવાનો એક જ ગામના એક જ ફળિયાના હોવાનું સામે આવ્યું છે. હજુ પણ નદીમા સર્ચ ઓપરેશન ચાલુ છે. જિલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે. વધુ લોકો ડૂબ્યા છે કે નહીં તેની તપાસ કરવા એનડીઆરએફની મદદ લેવાઈ છે. એનડીઆરએફના તરવૈયાઓ નદીમાં પડ્યા છે.

ગુજરાતી પહોંચ્યો સુપ્રીમમાં! બુલડોઝર ચલાવવાની ધમકી ના આપશો, કોર્ટ જબરદસ્ત બગડી

તમને જણાવી દઈએ કે, બુધવારે પાટણમાં પણ મોટી દુર્ઘટના ઘટી હતી. પાટણ ખાતે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા હતા. પાટણ સરસ્વતી બેરેજમાં આ ઘટના બની છે. આ દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો ડૂબવાથી અરેરાટી મચી જવા પામી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More