Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતથી મોટી ખબર : માંગરોળ ગેંગરેપ કેસના આરોપી શિવશંકરનું મોત, શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી

Surat Gangrape Case : સુરતમાં માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટી ખબર... આરોપી શિવશંકરની તબીયત લથડ્યા બાદ મોત થયું... આરોપી શિવશંકર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો

સુરતથી મોટી ખબર : માંગરોળ ગેંગરેપ કેસના આરોપી શિવશંકરનું મોત, શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી

Surat News : સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે થયેલા ગેંગરેપમાં જિલ્લા એલસીબીએ બે આરોપીની ધરપકડ કરી છે. માંડવીના તડકેશ્વર ગામેથી મુન્નો પાસવાન અને શિવ શંકર ચોરસિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટી ખબર આવી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી શિવશંકરની તબિયત લથડ્યા બાદ મોત નિપજ્યું છે. શ્વાસ લેવામા તકલીફ થતા આરોપી શિવશંકરને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેના બાદ તે વેન્ટિલેટર પર હતો. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રવિશંકરનું મોત નિપજ્યું છે. 

fallbacks

સુરત જિલ્લા માંગરોળ સામુહિક દુષ્કર્મ કેસમાં બે આરોપી મુન્નો પાસવાન અને શિવશંકર ચોરસિયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. કુલ ત્રણ આરોપીઓ છે, જેમાંથી બે આરોપી પકડાયા છે. તો ત્રીજો આરોપી રાજુ હજી પણ ફરાર છે. પકડાયેલા આરોપીમાંથી એક બિહારનો અને એક મધ્યપ્રદેશનો વતની છે. બંને આરોપીઓએ સગીરા અને તેના મિત્રને અવાવરું જગ્યામાં જતા જોયા હતા. નરાધમોમાં વાસનાનો કીડો સળવળતા પીછો કરી પાછળ ગયા હતા. 

નવસારીના 10x10 ના નાનકડા મકાન સાથે ટાટા પરિવારનો જોડાયેલો છે લાગણીનો સંબંધ

આ અંગે સુરત પોલીસે જણાવ્યું કે, પોલીસે આરોપીની પૂછપરછ ચાલુ રહી હતી તે દરમિયાન આરોપીને શ્વાસની તકલીફ થઈ હતી. પહેલા તેને કામરેજ સેન્ટરમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યાં સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જેથી એમ્બ્યુલન્સ મારફતે અહી સારવાર માટે લઈ આવવામાં આવ્યો હતો. ગઈકાલે અટકાયત કર્યા બાદ તેમની તબિયત લથડી હતી. 
 

fallbacks

સગીરા સાથે દુષ્કર્મ થયું હતું
સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર સગીરા તેના મિત્રા સાથે જઇ રહી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું હતું. સગીરા મિત્ર સાથે હતી તે સમય દરમ્યાન અવાવરું જગ્યાએ ત્રણ જેટલા નરાધમો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો હતો. અને ત્યારબાદ સગીરા સાથે અજાણ્યા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

 

પોલીસે સુમસાન સ્થળો પર પેટ્રોલિંગ વધાર્યું
કોસંબાની સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ સુરત પોલીસે ઝાડી ઝાંખરામાં પેટ્રોલિંગ વધારી છે. પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઝાડી ઝાંખરા, ખાડી, સુમસાન સ્થાન પર તપાસ હાથ ધરી છે. વડોદરા, કોસંબામાં નરાધમોએ ઝાડી ઝાંખરા, સુમસાન સ્થાન દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. સુરત શહેર પોલીસે સુમસાન સ્થળો પર લાઈટ લગાવ્યા છે. ગરબા આયોજકોને ગરબા પાર્કિંગથી લઇ ગરબા સ્થળ સુધી લાઈટનાં ફોકસ લગાવવા સૂચન આપ્યું છે. પાંડેસરા,ઉધના,ડીંડોલી, લિંબાયાત, ડુમસમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવા આવ્યું રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More