Home> Gujarat
Advertisement
Prev
Next

Big News : જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટરને લઈને બે મોટા અપડેટ આવ્યા

Junior Clerk Exam Call Letter : આજે આટલા વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે જુનિયર કલાર્કના કોલલેટર, હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી 
 

Big News : જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટરને લઈને બે મોટા અપડેટ આવ્યા

Junior Clerk Exam News : ગુજરાતભરમાંથી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનિયર ક્લાર્કની પરિક્ષા માટે બપોરે 1 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ થશે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે, આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. આગામી 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.  

fallbacks

ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સ મળશે
સાથે જ બીજા અપડેટ એ છે કે, રાજ્ય સરકાર તમામ ઉમેદવારોને ટ્રાવેલ અલાઉન્સ આપશે. હાજર ઉમેદવારોને પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉચ્ચક 245 રૂપિયા આપવામાં આવશે, જે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જશે. ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંક અકાઉન્ટની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે. 

જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર - 8758804212 અને 8758804217
ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરી શકાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More