Loksabha Election 2024 : લોકશાહીના પર્વમાં સૌ કોઈ મતાધિકારનો ઉપયોગ કરવા ઘરની બહાર નીકળી પડ્યા છે. વહેલા સવારથી જ મતદાન મથકો પર લોકોની ભીડ ઉમટાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મતાધિકારનો ઉપયોગ કરીને વોટ આપ્યો. મતદાનના બે કલાક પૂરા થઈ ગયા છે. ત્યારે હવે એક નજર એ ખબર પર કરીએ જ્યાં, મતદાન વચ્ચે ઈવીએમ ખોટકાવાની ઘટનાઓ બની છે. ગુજરાતમાં મતદાન વચ્ચે અનેક બુથ પર ઈવીએમ ખોટકાવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્ય
વાવમાં એક કલાક ઈવીએમ ખોટકાયું
બનાસકાંઠાના વાવના એટામાં ઈ.વી.એમ.ખોટવાયું હતુ. એક કલાકથી ઈ.વી.એમ.બંધ રહેતા મતદારો અટવાયા હતા. ઈ.વી.એમ. ખોટવાઈ જવાની ઘટનાથી તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. એટા ગામમાં મશીન બદલવાની તંત્રએ કામગીરી કરી હતી. ઈવીએમ મશીન બદલીને મતદાન શરૂ કરાયું હતું.
ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યો
જૂનાગઢમાં ઈવીએમમાં ટેકનિકલ ગરબડ
જૂનાગઢમાં ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. શહેરની પ્રાથમિક શાળા નં. 4 માં ઈવીએમમાં ખામી સર્જાતા અડધી કલાક મતદાન બંધ રહ્યુ હતું. જેથી જૂનાગઢ લોકસભાના જનરલ ઓબ્ઝર્વર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખામી સર્જાયેલ મશીનને તાત્કાલિક અસરથી બદલાવવામાં આવ્યું હતું. મશીન બદલાવ્યા બાદ ફરી મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ હતી. અડધી કલાક મતદાન બંધ થઈ જતાં મતદારોની લાઈનો લાગી હતી.
PM મોદીએ અમદાવાદની શાળામાં કર્યું મતદાન, ગુજરાતની જનતાને આપ્યો ખાસ સંદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન.... #cmbhupendrapatel #Vote4INDIA #LokSabhaElection2024 #Election2024 #gujarat pic.twitter.com/70kghSxU7i
— Zee 24 Kalak (@Zee24Kalak) May 7, 2024
વાઘોડિયામાં પણ ખોટકાયું મશીન
વાઘોડિયા લોકસભામાં ત્રણ બુથ પર ઇવીએમ ખોટકાયા હતા. ઈવીએમ બદલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાડોલ 216, ગંગાનગર 123, રાજપુરા 130 અને 31 નું ઇવીએમ ખોટકાયું હતું.
તો છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકા શાળામાં સવારથી ઇ.વી.એમ ખોટકાયું હતું. જેતપુર-2 માં 20 મિનીટથી ઇ.વી.એમ ખોટકાયેલુ રહ્યુ હતું. મતદાન શરૂ થતા પહેલાજ ઇ.વી.એમ ખોટકાતા મતદાન કરવા આવેલા લોકોનો ઉત્સાહ ઓગળ્યો હતો.
વહેલી સવારમાં જ વોટ કરી આવજો, નહિ તો બપોરે એક વોટ આપવા પરસેવો પાડવો પડશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે