ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિનો પારો ઉંચો ચઢી રહ્યો છે. આજે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઉત્તર ગુજરાતની મહાકાલ સેના આજે ભાજપમાં જોડવવા જઈ રહી છે. ક્ષત્રિયોની મહાકાલ સેનાના નેતા કેસરિયો કરશે.
કોંગ્રેસ પાર્ટી છોડી ચૂકેલા જયરાજસિંહ આવતીકાલે ભાજપમાં જોડાય તે પહેલા એક મોટી ખબર સામે આવી છે. ઉત્તર ગુજરાતમાં મહાકાલ સેનાનું મોટું વર્ચસ્વ ધરાવે છે. ત્યારે જયરાજસિંહ પરમાર અને પ્રદીપસિંહ વાઘેલાનું મોટું ઓપરેશન પાર પડ્યું છે. મહાકાલ સેનાના કૃપાલસિંહ ચાવડા અને સંજયસિંહ રાઠોડ સહિતના નેતાઓ આજે ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે ZEE 24 કલાક પર સૌથી પહેલા સૌથી મોટી ખબર સામે આવી છે.
નોંધનીય છે કે, કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ આવતી કાલે (22 ફેબ્રુઆરી) કેસરિયા કરવા જઈ રહ્યા છે. તેની પહેલા જ કોંગ્રેસ છોડેલા વધુ કેટલાક નેતાઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ભરત દેસાઈ, રાકેશ ગોસ્વામી અને પ્રશાંત પરમાર આજે ભાજપમાં જોડાશે. સાથે જ દક્ષિણ ગુજરાતના વધુ એક નેતા કોંગ્રેસનો હાથ અને સાથ છોડી રહ્યા છે. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ પણ જોડાશે. આ તમામ લોકો મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં ભાજપમાં જોડાશે. હીરાભાઈ પટેલ વર્ષ 2007 થી 2017 સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. સાથે જ જિલ્લા પંચાયત પ્રમુખ અગાઉ 2 ટર્મ રહી ચુક્યા છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના ત્રણ દિવસ બાદ જ જયરાજસિંહ પરમારેએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. સોશ્યલ મીડિયા પર ચાલો ગાંધીનગરની હાકલ કરતાં પોસ્ટર સાથે જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાવાની તારીખ પણ જાહેર કરી દીધી. હવે 22 તારીખે ગાંધીનગરમાં કમલમ્ ખાતે સવારે 11 વાગ્યે જયરાજસિંહ કેસરિયો ધારણ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે