Home> Gujarat
Advertisement
Prev
Next

બિટકોઇન કેસઃ નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર

રાજ્યમાં ચકચારી બનેલા બિટકોઇન તોડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. છેલ્લા ચાર મહિનાથી પોલીસને ચકમો આપીને નાશતા-ફરતા કોટડિયાની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મહારાષ્ટ્રના ધુળીયામાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને રાત્રે અમદાવાદ લવાયા હતા

બિટકોઇન કેસઃ નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદઃ રાજ્યમાં ચકચારી બનેલા બિટકોઇન તોડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. છેલ્લા ચાર મહિનાથી પોલીસને ચકમો આપીને નાશતા-ફરતા કોટડિયાની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મહારાષ્ટ્રના ધુળીયામાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને રાત્રે અમદાવાદ લવાયા હતા. આજે ક્રાઇમ બ્રાન્ચે નલિન કોટડિયાને કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે નલિન કોટડિયાના 17 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આ કેસમાં નલિન કોટડિયાની પૂછપરછ કરશે. કોટડિયાની પૂછપરછમાં આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, બિટકોઈન તોડ મામલે નલિન કોટડિયાની સંડોવણીને લઈ તપાસ તેજ ચાલી રહી હતી. કરોડોના બિટકોઈન કૌભાંડ મામલે નલિન કોટડિયા સામે બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સમન્સ મોકલવા છતાં સતત ગેરહાજર રહેતા કોટડિયાને ઝડપી લેવા માટે CID ક્રાઈમે કોર્ટમાંથી વોરંટ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. છતાપણ પોલીસના હાથ તાળી દઇને કોટડિયા નસતો પરતો હતો. તેના નિવાસ સ્થાને પણ તાળા મારીતે ભાગી ગયો હતો.

શું છે સમગ્ર બિટકોઇન મામલો
આ કેસનું મૂળ સુરતના શૈલેષ ભટ્ટ સાથે જોડાયેલું છે. શૈલેષ ભટ્ટ સુરતમાં બાંધકામ સાથે બિટકોઇનનો વ્યાપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરથી સીબીઆઈનો ફોન આવ્યો અને આ કેસમાં ફરિયાદ ન નોંધવવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ આ બિલ્ડરને એક હોટલમાં બોલાવીને 5 કરોડનો તોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં શૈલેષ ભટ્ટનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું. આ અંગે ફરિયાદ થઈ તેમાં જણાવાયું કે, અપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મ હાઉસ લઈ ગયા અને તેને માર મારવામાં આવ્યો હતો. આ આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે પણ ધમકી આપીને રૂપિયા 12 કરોડના બિટકોઇન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. અનંત પટેલે વધારાના 50 કરોડની પણ માંગણી કરી હતી. ત્યારબાદ શૈલેષ ભટ્ટે આ  અંગે ગૃહખાતામાં ફરિયાદ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More