Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ભાજપાના ધારાસભ્યો અમારા સંપર્કમાં નથી, પણ તેમની અંદરના વિખવાદનો ફાયદો અમને જરૂર થશે

આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માં ખરાખરીનો જંગ જોવા મળશે. કયો ધારાસભ્ય પોતાના પક્ષનો સાથ આપે છે, અને કોણ પાર્ટી સાથે દગાબાજી કરશે તેનો ખેલ પણ આજે ખુલ્લો પડી જશે. આવામાં દરેક ઉમેદવાર અને ધારાસભ્યએ પોતાના પક્ષનો વિજય થશે તેવા દાવા કર્યાં છે. 

કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ભાજપાના ધારાસભ્યો અમારા સંપર્કમાં નથી, પણ તેમની અંદરના વિખવાદનો ફાયદો અમને જરૂર થશે

ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માં ખરાખરીનો જંગ જોવા મળશે. કયો ધારાસભ્ય પોતાના પક્ષનો સાથ આપે છે, અને કોણ પાર્ટી સાથે દગાબાજી કરશે તેનો ખેલ પણ આજે ખુલ્લો પડી જશે. આવામાં દરેક ઉમેદવાર અને ધારાસભ્યએ પોતાના પક્ષનો વિજય થશે તેવા દાવા કર્યાં છે. 

fallbacks

Live : ગુજરાતમાં આજે રાજ્યસભાની ચૂંટણીનો રસાકસીભર્યો જંગ, 9 વાગ્યે શરૂ થશે મતદાન

બીટીપી-એનસીપીના મત અમને મળશે
તો કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થશે. ભાજપાના ધારાસભ્યો અમારા સંપર્કમાં નથી, પણ તેમની અંદર રહેલા વિખવાદનો ફાયદો અમને જરૂર થશે. બીટીપીનો મત કોંગ્રસને મળશે. એનસીપી પાર્ટી પણ કોંગ્રસની સાથે છે. રાઘવજી અને સીકે રાઉલજી જેવા કોંગ્રસના નેતા ધારાસભ્સ બનવા માટે ભાજપામાં નહોતા હતા. તેઓ મંત્રી બનવા ગયા હતા. ટેબલ પોલીટિક્સમાં કોંગ્રેસ માહેર છે, ભાજપે પૈસાના જોરે ખરીદી કરી છે. 

સુરતની કંપનીએ એવા માસ્ક બનાવ્યા, જેને વરસાદ પણ ભીંજવી નહિ શકે 

રમીલાબેન બારાનો જીતનો દાવો
ભાજપના ઉમેદવાર રમીલાબેન બારાએ પોતાની જીતનો દાવો કર્યો છે. ભાજપના ત્રણ ઉમેદવારો જીતશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે, એક મહિલા અને પાયાના કાર્યકરને ભાજપે પસંદગી કરીને ભાજપમાં પાયાના કાર્યકરોને મહત્વ આપવામાં આવે છે તે દરેક કાર્યકર્તાઓ માટે મહત્વનું છે તે જોઈ શકાય છે. મોરારીબાપુ પર થયેલા હુમલા સંદર્ભે રમીલાબેન બારાએ કહ્યું કે, મુખ્યમંત્રી પોતે ટ્વીટ કરીને ઘટનાની ટીકા કરી હોય અમે મુખ્યમંત્રી સાથે જ છીએ. નારી શક્તિ માટે સતત કામ કરતા રહેશે તેવો તેઓએ દાવો પણ કર્યો. પોતે એક સરકારી અધિકારી અને પૂર્વ ધારાસભ્યના પુત્ર હોવાના નાતે પ્રજા વચ્ચે રહીને જ રાજ્ય અને દેશ માટે કામ કરશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ સાથે જીતનો જશ્ન મનાવશે. એક મહિલા તરીકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વર્તમાન આર્થિક મંદીમાંથી દેશને બહાર લાવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More