Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલી બાદ હવે જૂનાગઢમાં સળગ્યું! અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર લગાવ્યા મોટા આરોપ

Gujarat Election 2024: માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પાટીલને એક પત્ર લખ્યો છે. જેમાં જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી છે. 4 મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જવાહર ચાવડા હાલ તો વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા.

અમરેલી બાદ હવે જૂનાગઢમાં સળગ્યું! અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર લગાવ્યા મોટા આરોપ

Gujarat Election 2024: ભાજપના નેતા નારણ કાછડિયાએ ઉમેદવાર પસંદગી અને પક્ષની નીતિ-રીતિ સામે સવાલ ઉઠાવ્યાને હજુ કલાકો વીત્યા નથી ત્યાં જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. જી હા...માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ સીઆર પાટીલને પત્ર લખીને ભાજપના નેતાઓની ફરિયાદ કરી છે. ભાજપના અનેક નેતાઓએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

fallbacks

અમદાવાદની આ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમનો સપાટો; એટલી સંપત્તિ મળી કે ED-IT જોડાયા

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પાટીલને એક પત્ર લખ્યો છે. જેમાં જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી છે. 4 મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જવાહર ચાવડા હાલ તો વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા. ત્યારે જવાહર ચાવડાના દિકરાએ તથા અન્ય નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

ચોમાસાની શરૂઆત પહેલા શું ગુજરાતમાં આવશે આ મોટો ખતરો? અંબાલાલે કરી ખતરનાક આગાહી

4 મેના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. માણાવદર તાલુકા પંચાયતન ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી મહામંત્રી જગદીશ મારૂ, જુનાગઢ જિલ્લા પંચાયતના બાળવિકાસ સમિતિ અધ્યક્ષ રીનાબેન મારડીયાના સસરા, માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમસિંહ ચાવડાએ પણ ખુલ્લે આમ ભાજપ વિરુદ્ધ કામ કર્યાનો આરોપ પત્રમાં કર્યો છે.  

માથાભારે વહુએ ભારે કરી! સાસુ પર મરચું છાંટી પકડી રાખી, વેવાણે કટરથી ગળું કાપ્યું!

લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને શું લખ્યો પત્ર?
જય ભારત સાથ જણાવવાનું કે ૧૧ પોરબંદર લોકસભાની ચુંટણી તથા ૮૫ માણાવદર વિધાનનસભાની ચુંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજયના માજી કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં તા. ૦૪-૦૫-૨૦૨૪ ના રોજ તેમની નુતન જીનીંગ ફેકટરીમાં તેમના નજીકમાં અંદાજે ૭૦૦ થી ૮૦૦ કાર્યકરોની સાંજે મીટીંગ બોલાવી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા તેમજ ધારાસભાના ઉમેદવાર તરીકે મારો નામ જોગ ઉપયોગ કરીને અમારી વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ જવાહરભાઈ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ કરી હતી. તેમજ તા. ૦૬-૦૫-૨૦૨૪ ના રોજ નુતન જીનીંગ ફેકટરીમાં વેપારી સંમેલન બોલાવ્યું હતું અને જમણવાર રાખ્યું હતું.  તેમજ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી મત આપવાની અપીલ જવાહરભાઇ ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરેલ છે.  

fallbacks

આ ઉપરાંત તા.૦૭-૦૪-૨૦૨૪ ના રોજ મતદાનના દિવસે જવાહરભાઇ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ માણાવદર - વંથલી - મેંદરડા તાલુકાના ગામડાઓમાં પ્રવાસ કરીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરવા તેમના ટેકેદારો સાથે મેંદરડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધીરૂભાઇ કુંભાણી સાથે નીકળ્યા હતા અને મેંદરડા તાલુકાના પાંચ ગામડાઓમાં મે બુથ પાસે રૂબરૂ જોયલ હતા. 

fallbacks

આ ઉપરાંત માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોવિંદભાઈ સવસાણી, માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશભાઇ મારૂ તેમજ જુનાગઢ જીલ્લા પંચાયતના બાળવિકાસ સમીતીના અઘ્યક્ષ રીનાબેન હિતેષભાઇ મારડીયાના સસરા જીવાભાઈ કરશનભાઇ મારડીયા તથા માણાવદર શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિક્રમસિંહ મનુભા ચાવડાએ પણ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીની વિરૂઘ્ધ માં કામ કરી અને પક્ષને નુક્શાન થાય તેવી પ્રવૃતિ કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More