Home> Gujarat
Advertisement
Prev
Next

પાટિલના એક નિર્ણયથી ભાજપમાં ભૂકંપ; ધર્મેન્દ્ર શાહને કોષાધ્યક્ષ અને AMC પ્રભારી પદેથી હટાવ્યા!

ગુજરાત પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ અને AMC પ્રભારી ધર્મેન્દ્ર શાહને તેમની તમામ જવાબદારીમાંથી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. જી હા... ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ધર્મેન્દ્ર શાહને ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ પદેથી દૂર કરાયા છે. 

પાટિલના એક નિર્ણયથી ભાજપમાં ભૂકંપ; ધર્મેન્દ્ર શાહને કોષાધ્યક્ષ અને AMC પ્રભારી પદેથી હટાવ્યા!

ઝી બ્યુરો/ગાંધીનગર: પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલના એક નિર્ણયથી ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ ઉદ્દભવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ અને AMC પ્રભારી ધર્મેન્દ્ર શાહને તેમની તમામ જવાબદારીમાંથી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. જી હા... ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ધર્મેન્દ્ર શાહને ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ પદેથી દૂર કરાયા છે. 

fallbacks

શું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલ

ભાજપ કોશાધ્યક્ષ પદેથી ધર્મેન્દ્ર શાહને હટાવવાથી કેટલાય કોર્પોરેટરો અતિ ખુશ થયા છે, તો તેમના ખાસ ગણાતા કોર્પોરેટરો દુઃખી થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. બીજી તરફ સૂત્રો જણાવી રહ્યા છે કે આ કાર્યવાહીથી મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી વર્તુળમાં ખુશીની લહેર ફરી વળી છે. ધર્મેન્દ્ર શાહને હટાવતા હવે કોઈપણ હસ્તક્ષેપ વગર કામ કરી શકાશે એવો અધિકારીઓમાં સુર છે.

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ! આ જિલ્લામાં 20 ઇંચ વરસાદમાં જળતાંડવની સ્થિતિ

ભાજપ પક્ષના પ્રભારી તરીકેની ધર્મેન્દ્ર શાહની જવાબદારી હતી. પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે ધર્મેન્દ્ર શાહની amcની વહીવટી બાબતોમાં પણ સતત હસ્તક્ષેપ રહેતો હતો. અધિકારીઓ સાથે gpmc એક્ટના નિયમ બહાર મહત્વની બેઠકોમાં પણ ઉપસ્થિત રહેતા હતા. નાના ક્લાર્કથી માંડી ઉપરી અધિકારીઓની બદલીમાં પણ સીધા આદેશ કરતા હતા. હવે ગુજરાતમાં નવા પ્રભારી કોણ મુકાય છે એના પર સૌ કોઈની નજર રહેલી છે.

ગુજરાતમાં કુદરતે મચાવ્યો તાંડવ! જાણો પોરબંદરમાં ભારે વરસાદે ક્યા કેવો વેર્યો વિનાશ?

તમને જણાવી દઈએ કે અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિપક્ષના નેતા રહી ચૂકેલા ધર્મેન્દ્ર શાહને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કેટલાક નિર્ણયો અને કોર્પોરેટરોમાં નારાજગીને લઈ પ્રભારીની ફરિયાદો પ્રદેશના નેતાઓ સુધી કરવામાં આવી હતી. 

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: દ્વારકામા આભ ફાટ્યું! 14 ઇંચ વરસાદમાં ગામેગામ જળબંબાકાર

શહેર ભાજપ સંગઠનમાં પણ કેટલાક નેતાઓ સાથે આંતરિક વિખવાદ ચાલતો હતો. છેવટે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારીથી લઈ તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવતા શહેર ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોમાં અનેક ચર્ચાઓ જાગી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More