Kadi Byelection : ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત બાદ કડી અને વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. સૌથી મોટી ચર્ચા હાલમાં ગુજરાતમાં વિસાવદરની છે. આપે અહીં ગોપાલ ઇટાલિયા પર દાવ લગાવ્યો છે અને ભાજપ કોઈ પણ સંજોગોમાં ગોપાલને વિધાનસભાના પગથિયાં સુધી ના પહોંચે એ માટે પ્રયાસ કરશે. પરંતું મોટો ખેલ તો ભાજપે મહેસાણામાં પાડ્યો છે. ભાજપે બાયોટેડા આપનાર 70 દાવેદારોમાંથી પસંદ કરવાના બદલે જૂના જનસંઘી કાર્યકરને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે. નીતિન પટેલ અને વિનોદ પટેલ છેક સુધી પોતાના ઉમેદવાર માટે લોબિંગ કરી રહ્યાં હતા પણ એમનો પનો ટૂંકો પડ્યો છે.
કાકાના મનની મનમાં રહી ગઈ
રાજેન્દ્ર ચાવડા 40 વર્ષ બાદ ફરી સક્રિય રાજકારણમાં જોડાયા છે. કહેવાય છે કે દિલ્હીથી ફાયનલ થયેલા નામે સ્થાનિક નેતાઓ સાથે ભાજપ સંગઠનને પણ ચોંકાવ્યું છે. રાજેન્દ્ર ચાવડા 1985માં છેલ્લી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. હવે ભાજપે એમના નામની જાહેરાત કરીને સૌથી મોટો ઝટકો નીતિન પટેલની લોબીને આપ્યો હતો. કાકા આ ચૂંટણીમાં કડીના ઉમેદવારને જીતાડવા માટે સક્રિય થઈ ગયા છે. કડીમાં હાલમાં રાજેન્દ્ર ચાવડા કરતાં નીતિન પટેલનો ભાજપમાં ગજ ના વાગ્યો અને મનની મનમાં રહી ગયાની સૌથી મોટી ચર્ચા છે. કડીની બેઠક પણ એક જ પાર્ટીને ક્યારેય મહત્વ આપતી ન હોવાથી અહીં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો માટે તક હોય છે.
કાકાનો કડીમાં પડતો બોલ ઝીલાય છે
મહેસાણા જિલ્લાની કડીની બેઠક પર એક સમયે નીતિન પટેલનો દબદબો હતો. હવે આ બેઠક અનામત થઈ હોવાથી કાકાએ મહેસાણા બેઠક પર પસંદગી ઉતારી અને અહીંથી જીતીને ડેપ્યુટી સીએમ પણ બન્યા હતા. કડી એ નીતિન પટેલનું માદરે વતન હોવાની સાથે નીતિનભાઈ અહીં એમપીએમસીમાં પણ મોટો રોલ ભજવી ચૂક્યા છે. ભાજપના પાટીદાર નેતાનો કડી મત વિસ્તારમાં પડતો બોલ ઝીલાય છે. કડીના ધારાસભ્ય કરસનભાઇ સોલંકીના નિધનથી ખાલી પડેલી કડી વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં સોમવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ 18 ફોર્મ ભરાયાં હતાં. જેમાં રમેશ ચાવડાએ કોંગ્રેસમાંથી, જ્યારે 40 વર્ષ બાદ ફરી રાજકારણમાં પરત આવેલા રાજેન્દ્ર ચાવડાએ ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું. આમઆદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું છે.
અમદાવાદમાં આજે IPL ફાઈનલ મેચ, સ્ટેડિયમમાં પાર્કિંગની આવી ગઈ A To Z માહિતી
કોંગ્રેસે રમેશ ચાવડાને ફરી રિપિટ કરતાં ભાજપે પણ અહીં ખેલ કર્યો હતો. કડીના મજબૂત દાવેદારોને પડતાં મૂકી જોટાણાના જૂના જનસંઘી કાર્યકર રાજેન્દ્ર ચાવડાને જાહેર કરી પક્ષના આંતરિક વિખવાદને ખાળ્યો છે. છેક છેલ્લા સમય સુધી પોતાના ઉમેદવાર માટે લોબિંગ કરનાર નીતિન પટેલ અને વિનોદ પટેલ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની સાથે જોવા મળ્યા હતા.
2017માં ભાજપના કરશન સોલંકી સામે 7746 મતથી હારી જનારા રમેશ ચાવડાને કોંગ્રેસે અહીં ફરી તક આપી છે. જ્યારે ભાજપે જોટાણાના વતની અને જનસંઘના કાર્યકર ચાવડા રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા (66) સને 1981 થી 86 સુધી મહેસાણા તાલુકા પંચાયતમાં જોટાણા બેઠક પરથી ભાજપના સદસ્ય રહેનારને તક આપી છે. રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા 1985માં જોટાણા બેઠક પરથી કોંગ્રેસના માનસીંગભાઇ જાદવ સામે માત્ર 4312 મતથી હાર્યા હતા. 66 વર્ષીય રાજેન્દ્રકુમાર અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ છે. તેમની પાસે જોટાણામાં મકાન સહિત કુલ રૂ.10 લાખની સ્થાવર અને રૂ.7,86,833 ની જંગમ મિલકત છે. જેમાં 6 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી છે. જેઓ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર સહિત ભાજપના વિવિધ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. કડી વિધાનસભા પર પેટા ચૂંટણી જાહેર થઈ છે. આ બેઠક પર ભારે રસાકસી જોવા મળી શકે છે. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) ઉમેદવારો માટે અનામત બેઠક છે.
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થવાની અણીએ, દેશમાં 5 મોતમાંથી 2 ગુજરાતના દર્દી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે