રવિ અગ્રવાલ/વડોદરા : કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી વડોદરા ખાતે કોંગ્રેસ કાર્યલય પર પહોચ્યાં હતા અને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, જવાહર ચાવડા પોતાના અંગત ફાયદાઓ જોઇએ ભાજપમાં ગયા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી ભ્રષ્ટ્રાચારી પાર્ટી છે. અને ભાજપ માટે અગાણી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 26 સીટોના ઉમેદવારો નથી તેથી કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપીને ભાજપમાં જોડી રહ્યા છે.
તથા એમણે એવો દાવો પણ કર્યો કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોમાંથી કોંગ્રેસ 20 સીટો પર વિજય મેળવશે. તથા ભાજપ લોકસભાની ચૂંટણીમાં જુઠ્ઠાણને આધારે રમશે તેવું પણ કહ્યું હતું. ભાજપ પર પ્રહાર કરતા વધુમાં તેમણે કહ્યુ કે, ભાજપ દબાણની રાજનીતિ કરી રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે ભાજપ સેનાનું આદર કરવાને બદલે રાજકારણ રમી રહી છે. એર સ્ટ્રાઇક પર સાવલ ઉઠાવતા તેમણે કહ્યું કે, સેનાએ એરફોર્સની એર સ્ટ્રાઇકમાં કેટલા આંતકીઓ માર્યા તે અંગે ખુલાસો કરવો જોઇએ. ભરતસિંહ સોલંકીએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને યુપીએની સરકારમાં રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ દેખાડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે