Home> Gujarat
Advertisement
Prev
Next

લોકસભાની 26 બેઠકોની વર્તમાન પરિસ્થિતિનું અધ્યયન કરવા ભાજપે બનાવી ટીમ

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ પણ પોતાની રણનીતિ બનાવી રહ્યાં છે. 

 લોકસભાની 26 બેઠકોની વર્તમાન પરિસ્થિતિનું અધ્યયન કરવા ભાજપે બનાવી ટીમ

ગાંધીનગરઃ રવિવાર (29 જુલાઇ)એ કમલમ ખાતે ભાજપના નેતાઓની બેઠકનું આયોજન કરાયુ હતું. 2019ની લોકસભા ચૂંટણીને લઇ આયોજિત આ બેઠકમાં 4 થી 5 લોકોની ટીમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમા આ તમામ ટીમો લોકસભાની 26 બેઠકોની વર્તમાન પરિસ્થિતિ પર અધ્યયન કરશે . તો જુદી જુદી ટીમો માટે બેઠકમાં 20 થી 25 પ્રકારના કાર્યો નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે 1 લી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી 15 દિવસના ગાળામાં આ ટીમો જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેશે. ત્યારે અગાઉની ચૂંટણીમાં જ્યાં નબળા પરિણામો આવ્યા છે તેવા સ્થળો પર અભ્યાસ કરવામાં આવશે તેવુ ભાજપ નેતા આઇ. કે જાડેજાએ જણાવ્યુ હતું. ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવાના ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

fallbacks

ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભાની ચૂંટણી હવે એક વર્ષ કરતા ઓછો સમય બાકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ સીટો મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. તો આ વખતે ભાજપ માટે આ તમામ બેઠકો સાચવવાનો પડકાર છે તો બીજીતરફ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતાનો લાભ લોકસભામાં પણ મળે તે માટે કોંગ્રેસ પણ પોતાની તૈયારી કરી રહ્યું છે. 

ભાજપની આજે યોજાયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતી વાઘાણી, ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More