BJP Gujarat : ચૂંટણી આવે એટલે નેતાઓ મતદારો સામે કરગતા હોય છે, પણ ચૂંટણી પતી જાય એટલે તું કોણ ઓર મેં કૌન. ત્યારે ભાજપના એક નેતાએ તો આ મામલે હદ વટાવી છે. ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરના વિવાદાસ્પદ ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે. ZEE 24 કલાકના અહેવાલ બાદ રત્નાકરને બ્રહ્મજ્ઞાન આવ્યું હતું. રત્નાકરે મતદારોને શ્વાન ગણાવતી ટ્વીટ તાત્કાલિક ડિલીટ કરી નાંખી હતી. થોડીક બેઠકો ઓછી શું થઈ કે આ નેતા તો મતદારોને ગાળો આપવા લાગ્યા?
ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરનું વિવાદાસ્પદ ટ્વીટ
‘કેટલું પણ સારું કામ કરવામાં આવે અમુક લોકોને તેના સાથે મતલબ નથી હોતો...’ તેવા લખાણ સાથે નવા બની રહેલ રોડ અને તેના પર ચાલી રહેલ શ્વાનનો ફોટો ટ્વીટ કર્યો હતો. તેની આગળ લખ્યું હતું કે, કુત્તો કો વિકાસ સે મતલબ નહિ હૈ.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળતાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે વિવાદિત પોસ્ટ કરતાં ઘમાસાણ મચી ગયું છે. જી હા,,, ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ ન મળતાં મતદારોની શ્વાન સાથે સરખામણી કરી છે. તેમણે સત્તાવાર રીતે પોતાના સોશિયલ મીડિયા પરથી લખ્યું છે કે , ગમે તેટલું સારું કામ કરો પણ કેટલાકને કંઈ પડી નથી હોતી. રત્નાકરે લખ્યું છે કે કુત્તો' કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા હૈ. જ્યાં જ્યાં ભાજપની હાર થઈ છે તે વિસ્તારોના મતદારોને ટાર્ગેટ બનાવીને સોશિયલ મીડિયા પર અપશબ્દો અને ધૃણાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
ન્યૂયોર્કની ગલીમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, આ જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે
છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયા પર 3 વિપરિત મત ધરાવતા મતદારો પર અપશબ્દોનો મારી ચાલી રહ્યો છે. બકાયદા અપશબ્દોનો મારો ચાલી રહ્યો છે. અત્યાર સુધી તો કાર્યકરો આ પ્રકારની હિન પ્રવૃત્તિ કરી રહ્યા હતા પરંતુ હવે તો ખુદ ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકરે મતદારોને શ્વાન સાથે સરખાવીને લોકોને ખરી ખોટી સંભળાવી છે. લોકશાહી એટલે લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે રાજનીતિમાં હાર-જીત થતી રહી છે. આપણે જીત મળે તો તેને પણ પચાવવી જોઈએ અને હાર મળે તો તેને પણ પચાવવી જોઈએ. પરંતુ ખુદ ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકર ભાજપને નહીં જીતાડનારા મતદારોને શું કહી રહ્યા છે એ જુઓ જરા. લોકશાહીમાં જનતાનો ચુકાદો સર્વોપરી હોય છે. જીતીએ તો પણ જનતાનો ચુકાદો અને હારીએ તો પણ જનતાનો ચુકાદો માથે ચડાવવાનો હોય છે પરંતુ જુઓ જરા રત્નાકરની ભાષા જુઓ.
Youtube પરથી હટાવી દેવાયું આ ફેમસ ગીત, ભારતમાં બની હતી ઢગલાબંધ રીલ્સ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે