Home> Gujarat
Advertisement
Prev
Next

વારા પછી વારો! પ્રદીપસિંહની બદનામીના છાંટા કોંગ્રેસીઓ પર પણ ઉડશે, રાહ જુઓ આવી રહ્યો છે રેલો

શિસ્તબદ્ધ ગણાતી ભાજપ છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચાનું કેન્દ્ર બની છે. ભાજપના પાયાના કાર્યકર ગણાતા પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. પોતાના રાજીનામા બાદ પ્રદીપસિંહ સતત ચર્ચામાં છે. 

વારા પછી વારો! પ્રદીપસિંહની બદનામીના છાંટા કોંગ્રેસીઓ પર પણ ઉડશે, રાહ જુઓ આવી રહ્યો છે રેલો

ગાંધીનગરઃ ગુજરાતના પત્રિકાકાંડમાં સી આર પાટીલના જમણા હાથ સમાન પ્રદીપસિંહ વાઘેલાએ ભલે અડધી મેચે મેદાન છોડી દીધું છે પણ રાજકારણની ગેમમાંથી આઉટ થયા નથી. પ્રદીપસિંહે ભાજપ પર છાંટા ન ઉડે એ માટે પાટીલના કહેવાથી રાજીનામું આપ્યું છે પણ તેઓ ફરી સક્રિય થઈ ગયા છે. આ પ્રકરણના છાંટા ભલે હાલમાં ભાજપના મોટા માથાઓ સુધી ઉડી રહ્યાં હોય પણ આ કેસમાં અમે મોટો ખુલાસો કરી રહ્યાં છે. આ કેસમાં પોલીસ અત્યંત ઝીણવટભરી તપાસ કરી રહી છે જેમાં રેલો કોંગ્રેસ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં...

fallbacks

કારણ કે પ્રદીપસિંહ વાઘેલાએ કમલમમાંથી એન્ટ્રી લીધા બાદ ભલે કોલેજ કાળનું રાજકારણ ન છોડ્યું હોય પણ કોંગ્રેસના નેતાઓથી પણ કોલેજનું રાજકારણ છૂટ્યું નથી. પ્રદીપસિંહને બદનામ કરવામાં કોંગ્રેસના જ કેટલાક નેતાઓનો હાથ હોવાનું બહાર આવ્યું છે. આગામી દિવસોમાં આ તપાસ ફંટાઈને કોંગ્રેસીઓના ઘર સુધી પહોંચે તો પણ નવાઈ નહીં. હાલમાં સોશિયલ મીડિયામાં પ્રદીપસિંહને બદનામ કરવાનું અને તેમની ફેવરમાં પોસ્ટર વોર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ અડધી પીચે રમતા રૂપાણીની જેમ પાટીલના 2 સભ્યો અડધી મેચે આઉટ, શું BJP ઉતારશે નવા ખેલાડી

પાટીલ જૂથના વિરોધી અને કેટલાક કોંગ્રેસી નેતાઓ પ્રદીપસિંહના રાજીનામા બાદ હરખાઈ રહ્યાં છે પણ તેઓ ભૂલી રહ્યાં છે કે આ કેસમાં રેલો તેમના સુધી પહોંચશે. આ કેસમાં પ્રદીપસિંહે જડબેસલાક પૂરાવા રજૂ કર્યો હોવાનું ચર્ચાય છે. હાલમાં ગુપ્તરાહે ચાલી રહેલી આ તપાસમાં કેટલાક કોંગ્રેસીઓ સંડોવાય તેવી પૂરી સંભાવના છે. પ્રદીપસિંહનો વધતો જતો દબદબો અને કોલેજના રાજકારણમાં પ્રદીપસિંહની ચંચૂપાત ન સહન કરી શકનાર કેટલાક કોંગ્રેસીઓએ પણ પત્રિકાયુદ્ધમાં પીઠબળ પુરૂ પાડ્યું છે. તેમના વિરુદ્ધમાં ભાજપમાં છેક ઉચ્ચકક્ષાએ સુધી રજૂઆતો કરવા પાછળ પણ કોંગ્રેસના કેટલાક નેતાઓનો હાથ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ ભાજપ માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર ભારે :  આનંદીબેન, રૂપાણી બાદ હવે કોનો વારો......

કોંગ્રેસે પ્રદીપસિંહ વિરુદ્ધના પત્રિકાયુદ્ધમાં ચૂપકીદી સાધી છે. ભલે અમિત ચાવડા પ્રહાર કરી ભાજપનો આ આંતરિક મામલો જણાવી રહ્યાં હોય પણ કોંગ્રેસી નેતાઓ પણ સારી રીતે જાણે છે કે આ બદનામીમાં તેમની પણ ભૂમિકા છે. પોલીસ આ કેસમાં સજ્જડ પૂરાવા ઉભી કરી રહી છે. આગામી દિવસોમાં એવું પણ બને કે પ્રદીપસિંહ ફરિયાદી બને એમાં કેટલાક કોંગ્રેસીઓના ગળા સુધી ગાળિયો આવી શકે છે. ગુજરાત યુનિવર્સિટીના રાજકારણ સાથે સંકળાયેલા કોંગ્રેસી નેતાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટીનું રાજકારણ ચર્ચાને એરણે ચડ્યું છે. હવે સરકાર પણ આ મામલે સક્રિય થઈ છે. છાત્ર નેતાઓની જે પ્રકારે રાજકારણમાં ચંચુપાતો વધી છે એ નેતાઓની શાન ઠેકાણે લાવવા માટે સરકાર તરફથી પણ લીલીઝંડી અપાઈ હોવાની ચર્ચા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More