Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત અગ્નિકાંડના રિયલ હીરોને સંકટ આવી પડતા ભાજપે કરી મોટી મદદ

તક્ષશિલા અગ્નિકાંડના રિયલ હીરો જતીન નાકરાણી, જેણે અનેત વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા, તે હાલ પથારીવશ છે, હાલત દયનીય છે. તેઓ કોમામાં સરી પડ્યા હતા, જેના બાદ તેઓ બહાર તો આવ્યા, પરંતુ હાલ પેરાલિસીસ સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે તેમની આ આર્થિક સ્થિતિમા ભાજપે મોટી મદદ કરી છે. પરિવારે મદદની અપીલ કરતા ભાજપ દ્વારા 5 લાખની સહાય કરવામાં આવી છે.  

સુરત અગ્નિકાંડના રિયલ હીરોને સંકટ આવી પડતા ભાજપે કરી મોટી મદદ

ચેતન પટેલ/સુરત :તક્ષશિલા અગ્નિકાંડના રિયલ હીરો જતીન નાકરાણી, જેણે અનેત વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા, તે હાલ પથારીવશ છે, હાલત દયનીય છે. તેઓ કોમામાં સરી પડ્યા હતા, જેના બાદ તેઓ બહાર તો આવ્યા, પરંતુ હાલ પેરાલિસીસ સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે તેમની આ આર્થિક સ્થિતિમા ભાજપે મોટી મદદ કરી છે. પરિવારે મદદની અપીલ કરતા ભાજપ દ્વારા 5 લાખની સહાય કરવામાં આવી છે.  

fallbacks

સુરતના બજરંગ રો હાઉસ વિભાગ-2 માં જતીન નાકરાણીનું ઘર આવેલું છે. જે ઘર બેંક લોન હેઠળ છે. સુરતની સૌથી મોટી આગ હોનારત તક્ષશિલા અગ્નિકાંડમાં લોકોના જીવ બચાવવા તેમણે પોતાના જીવ જોખમમાં મુક્યો હતો, અને આજે જતીનની હાલત ગંભીર બની છે. જતીનની આંખનું ઓપરેશન પણ કરાવવાનું છે. સાથે સાથે બેંક લોન પર ઉભી છે. ત્યારે બેંક દ્વારા ઘરને નોટિસ આપવામાં આવી છે. ઘરના બહાર બેંક દ્વારા નોટિસ ચોંટાડી દેવામાં આવી છે. ત્યારે પરિવારજનો મિત્રા વર્તુળ દ્વારા પણ જતીનની મદદ માટે અભિયાન ચલાવવામાં આવી રહી છે. જેને પગલે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જતીનના ખબર અંતર પૂછી તેને ચાર લાખની સહાય કરવામાં આવી છે. ત્યારે આવી મોટી દુર્ઘટનામાં પોતાના જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવનારને વધુમાં વધુ લોકો સહાય કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક પેપરલીક ; PGVCL જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષામાં સીલ તૂટેલા નીકળ્યા 

સીઆર પાટીલે ટ્વીટ કરી 
સીઆર પાટીલે જતીન નાકરાણી વિશે ટ્વીટ કરતા કહ્યુ કે, તક્ષશિલાની દુર્ઘટનામાં 15 બાળકોને બચાવનાર જતીનભાઇ નકરાણીનાં પરિવારની મુલાકાત લીધી. જતીનભાઇ કોઇને ઓળખી શકતા નથી, સેવાનું કામ કરતા-કરતા એમનાં પર આવેલી આફતમાં અમે સૌ એની સાથે છીએ. ભારતીય જનતા પાર્ટી સુરત દ્વારા એમની સારવાર માટે 5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં ઓપરેશનનું નક્કી થાય ત્યારે પી.એમ અને સી.એમ.ફંડમાંથી પણ એમને સહાય મળી રહે એવો પ્રયાસ કરીશું. ઇશ્વરને પ્રાર્થના કરું છું કે જતીનભાઇ જલ્દીથી સાજાં થઇ જાય. 

અગ્નિકાંડમાં જતીને 15 થી વધુ બાળકોનો જીવ બચાવ્યો હતો.  આ ઘટનામાં જતીને બીજા માળેથી કૂદકો માર્યો હતો અને મગજના ભાગે ઇજા થતા જતીન યાદશક્તિ ખોઈ બેસ્યો હતો. જતીને કૂદકો મારતા તેના હાથે ફ્રેક્ચર પણ થયું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો  હતો. ત્યારથી તેઓ પથારીવશ છે. 

આ પણ વાંચો : 

નવપરિણીત દંપતીનુ લગ્નજીવન બે મહિના પણ ન ટક્યુ, એનિવર્સરી ઊજવવા બહાર નીકળ્યું અને અકસ્માતમાં મોત મળ્યું

IPL 2022 Final ; સ્ટેડિયમ બહાર સવારથી જ ફેન્સનો જમાવડો, રાજસ્થાનથી આવેલા દર્શકોનો પણ ગુજરાતની ટીમને સપોર્ટ

ગુજરાત સરકારે ટોચના 2 અધિકારીઓને આપ્યુ 8 મહિનાનુ એક્સટેન્શન, ચૂંટણી સુધી કામ કરશે

ગુજરાતનું ગર્વ છે આ નાનકડુ ગામ, જે દૂષિત પાણીને પણ બચાવીને તેમાંથી કરે છે કમાણી

રક્તરંજિત રવિવાર ; રાતથી સવાર સુધી 3 અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More