Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપ દ્વારા હાર્દિક પટેલની હત્યાનું કાવતરુ ધડવામાં આવી રહ્યું છે: નીખીલ સવાણી

નિકોલના વિરાટનગર વિસ્તારમાં થયેલી સભામાં હોબાળા બાદ હાર્દિક પટેલના સાથી નીખીલ સાવણી દ્વારા મહત્વનું નિવેદન આપાવમાં આવ્યું છે. નીખીલ સવાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિપલ મર્ડરના આરોપી ઉત્સવ ડોંડા હાર્દિક પટેલની હત્યા કરી શકે છે. તેવું ચોકાવનારુ નિવેદન આપવામાં આવ્યું હતું. અને ગુજરાત પોલીસને જાણ કરી હતી કે, જો હાર્દિકનું મર્ડર થશે તો તમામ જવાબદારી ગુજરાત પોલીસની રહેશે તેવું ઉમેર્યું હતું. 
 

ભાજપ દ્વારા હાર્દિક પટેલની હત્યાનું કાવતરુ ધડવામાં આવી રહ્યું છે: નીખીલ સવાણી

અમદાવાદ: નિકોલના વિરાટનગર વિસ્તારમાં થયેલી સભામાં હોબાળા બાદ હાર્દિક પટેલના સાથી નીખીલ સાવણી દ્વારા મહત્વનું નિવેદન આપાવમાં આવ્યું છે. નીખીલ સવાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિપલ મર્ડરના આરોપી ઉત્સવ ડોંડા હાર્દિક પટેલની હત્યા કરી શકે છે. તેવું ચોકાવનારુ નિવેદન આપવામાં આવ્યું હતું. અને ગુજરાત પોલીસને જાણ કરી હતી કે, જો હાર્દિકનું મર્ડર થશે તો તમામ જવાબદારી ગુજરાત પોલીસની રહેશે તેવું ઉમેર્યું હતું. 

fallbacks

નિકોલ પાસે વિરાટ નગરમાં યોજાયેલી હાર્દિકની સભામાં છુટ્ટા હાથની મારામારી કરવામાં આવતા પોલીસ દ્વારા આ મામલે લોકોના ટોળાને ઠાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે, કે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલની સભામાં પ્રચાર કરવામાં માટે પહોંચ્યો હતો.

હાર્દિક પટેલની સભામાં હોબાળો, છુટ્ટા હાથની મારામારીથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

ગીતા પટેલે કર્યા ભાજપ અને પોલીસ પર પ્રહાર 
કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર ગીતાબેન પટેલ દ્વારા સભામાં થયેલા હોબાળાને લઇને ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. અને પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, પોલીસ પણ ભાજપના સહારે ચાલી રહી છે. ગીતાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ભાજપ દ્વારા પોલીસની આડમાં આ પ્રકારના હોબાળો કરવામાં આવી રહ્યો છે.

હાર્દિકે પોલીસને સુરક્ષા અંગે લખ્યો હતો પત્ર
હાર્દિક પટેલે અમદાવાદ પોલીસ કમિશનરને 19 તારીખે તેની સુરક્ષાને લઇને પત્ર લખ્યો હતો. વિરાટનગરમાં યોજાનારી સભામાં સુરક્ષા પૂરી પાડવા અંગે માગ કરી હતી. હાર્દિકે પત્ર લખીને પોતાના ઉપર જીવલેણ હુમલો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

fallbacks

મહત્વનું છે, કે સબા સ્થળ પરથી પોસ્ટરો મળ્યા હતા જેમાં વી વોન્ટ ગબ્બર લખેલું છે. એટલે એ બાબત સ્પષ્ટ થઇ રહી છે, કે હાર્દિક પટેલનો વિરોધ કરવા માટે અલ્પેશ કથીરિયાના લોકો આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More