Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના પૂર્વ MLA કાળુભાઇ ચાવડાનું નિધન, મુખ્યમંત્રીએ વ્યક્ત કરી દુખની લાગણી

વર્ષ 1998 અને 2002માં ખંભાળિયાના ભાજપના ધારાસભ્ય ઉપરાંત સ્વ. ચાવડા તાલુકા પંચાયત,માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. 

ભાજપના પૂર્વ MLA કાળુભાઇ ચાવડાનું નિધન, મુખ્યમંત્રીએ વ્યક્ત કરી દુખની લાગણી

ગાંધીનગર: ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ કાળુભાઇ ચાવડાનું નિધન થતાં કાર્યકરો અને સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અન્ય શારિરીક નબળાઇના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે. 

fallbacks

ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ ચાવડાના આજે દુઃખદ અવસાન બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ટેલિફોનીક વાત કરીને મુખ્યમંત્રીએ દુઃખદ ઘડીમાં તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ સદગતના દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, સરકારી અને ખાનગી ઓફિસો ધમધમશે, અમદાવાદમાં દોડતી થશે AMTS અને BRTS

તેમણે કહ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રથમ પંક્તિના રાજકીય આગેવાન અને જનસંઘ વખતથી જ ભગવાને વરી ચૂકેલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર એવા કાળુભાઈ ચાવડાનું આજે અવસાન થયું છે.  વર્ષ 1998 અને 2002માં ખંભાળિયાના ભાજપના ધારાસભ્ય ઉપરાંત સ્વ. ચાવડા તાલુકા પંચાયત,માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. 

તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ભાજપની સાથે સાથે આહીર સમાજના આગેવાન તરીકે પણ સમાજના અનેક સેવા  કામો કરી નામના મેળવી હતી. કાળુભાઇના નિધનથી ભાજપને તો ખોટ પડી જ છે સાથે સાથે આહીર સમાજને પણ મોટી ખોટ પડી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More