Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના નેતાજી બ્લેકની ટિકિટમાં એવા સલવાણા કે સ્ટેડિયમને બદલે 'સ્ટેશને' ભરાણા !

અમદાવાદમાં વિશ્વકપ 2023ની ફાઈનલ રમાઈ હતી. આ મેચની ટિકિટને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ તો બ્લેકમાં પણ ટિકિટ ખરીદી હતી. મેચની ટિકિટને લઈને ભાજપના એક નેતા ભરાઈ ગયા હતા. તમે પણ જાણો સમગ્ર ઘટના..

ભાજપના નેતાજી બ્લેકની ટિકિટમાં એવા સલવાણા કે સ્ટેડિયમને બદલે 'સ્ટેશને' ભરાણા !

અમદાવાદઃ અમદાવાદમાં ગઈકાલે જે વિશ્વકપની ફાયનલ મેચને લઈને જે ફિવર હતો તે ભારત હારતાં ઓસરી ગયો છે પણ ટિકિટની પળોજણમાં ભાજપના એક નેતા ફસાઈ ગયા છે. કહેવાય છે કે ટિકિટની એટલી માથાકૂટ હતી કે IAS, IPSથી લઈને નેતાઓએ રીતસરની પડાપડી કરી હતી. એક જગ્યાએ ભલામણ કરવાની તક ચૂક્યા નહોતા. કેટલાકે તો સંબંધો સાચવવા માટે બ્લેકમાં પણ ટિકિટ લઈને આબરૂ સાચવી લીધી હતી. આવા જ એક કિસ્સામાં ભાજપના એક નેતા ભરાઈ જતાં એમને મેચ સ્ટેડિયમમાં જોવા જવાને બદલે પોલીસ સ્ટેશને પહોંચવું પડ્યું હતું. પોલીસ ભલે ફાંકા ફોજદારી કરતી હોય કે બ્લેક ટિકિટ ન વેચાય માટે પ્રયાસો કર્યા હતા પણ સોશિયલ મીડિયામાં ઓનલઈન ટિકિટો વેચાવા માટે મૂકાઈ હતી. જે સૌની સામે જ છે. 

fallbacks

ગઈકાલે મેચનો ટેમ્પો એવો હતો કે, ક્રિકેટ મેચ જોવા કરતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક જાણિતી હસ્તીઓની આંખમાં ચઢવાની આશામાં ભલભલા રાજકારણીઓ ટિકિટ માટે ગુજરાત બહાર પણ છેડા લાંબા કર્યા હતા. આ જ પ્રકારે રાજ્યસભાના પૂર્વ સાંસદ, ગઢડાથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ પોતાના સમર્થકોને સાચવવા માટે ટિકિટોની વૈતરણી પાર તો કરી લીધી હતી પણ આ ટિકિટના કાંડમાં એવા સલવાઈ ગયા હતા કે સ્ટેડિયમને બદલે પોલીસ સ્ટેશને બેસી રહેવું પડ્યું હતું. આ કેસમાં એવી ચર્ચાઓ ગુજરાતમાં ચાલી છે કે, ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે પોતાના સમર્થકો માટે તેમણે બ્લેકમાં મેળવેલી ટિકિટો ડુપ્લીકેટ હતી ! એથી, અમદાવાદમાં પોલીસ સ્ટેશને આવી ટિકિટો આવી ક્યાંથી તે તપાસમાં મદદરૂપ થવા જવું પડ્યું હતું. જેને પગલે ભાજપના નેતા ભરાઈ ગયા હતા. તેઓએ સમર્થકોને મેચ જોવા માટે રૂપિયા ખર્ચીને ટિકિટો તો મેળવી લીધી હતી પણ આ ટિકિટો બોગસ નીકળી હતી. 

આ પણ વાંચોઃ વિશ્વકપ જોવા દિલ્હીથી આવેલા યુવક પાસે ગુજરાત પોલીસે કર્યો મોટો તોડ, જાણો સમગ્ર મામલો

કોણ છે શંભુપ્રસાદ ટુંડિયા
5 મે, 2000ના રોજ બળદેવદાસજી બાપુનું નિધન થતાં તેઓ 30 વર્ષે ઝાંઝરકાધામનો મહંત બન્યા હતા. વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના અન્નકૂટના દિવસે મેળામાં આવ્યા હતા, ત્યારે ટિકિટ અંગે વાતચીત થઈ હતી. ત્યાર બાદ 2007ની વિધાનસભા ચૂંટણીમાં દસાડાથી ટિકિટ આપવામાં આવી હતી. વંશ પરંપરામાં સંત સવૈયાનાથ તેમના દીકરા સંત પાલા નાથ, તેમના દીકરા સંત ઉગમશી નાથ, તેમના દીકરા સંત ગોવિંદ નાથ, તેમના દીકરા સંત ભાણનાથ, તેમના દીકરા સંત મૂળદાસ, તેમના દીકરા સંત બળદેવ નાથ અને તેમના દીકરા તથા હાલના મહંત શંભુપ્રસાદ ટુંડિયા તથા તેમના દીકરા લઘુ મહંત યોગી નાથ, આમ કુલ નવ પેઢીનો ઇતિહાસ છે. એમાં શંભુપ્રસાદ 8મી પેઢીના બિંદુ પરંપરામાં સીધી લીટીના વારસદાર છે.

વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચ જ્યાં રમાઈ તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડઝન જેટલા અગ્રગણ્ય કોર્પોરેટ હાઉસીસને અલાયદા બોક્સ કાયમી ધોરણે વેચાણથી ટિકિટ અપાયેલા છે. મેચ હોય કે કોઈ ઇવેન્ટ હોય ત્યારે આ કોર્પોરેટ ગૃહો તેમના મહેમાનોને આ વીવીઆઇપી બોક્સમાં બેસવાના પાસ વહેંચી કે વેચી શકે છે. રાજયના સિનિયર બાબુઓને આ બોક્સીસને કારણે મઝા પડી ગઈ હતી. કોર્પોરેટર ગૃહોને સાચવતા અધિકારીઓને આ મેચમાં આસાનીથી ટિકિટ મળી ગઈ હતી.

આ પણ વાંચોઃ શિયાળુ પાકના વાવેતર પહેલાં મોટી આફત, માવઠાની આગાહી સાથે ખાતરની પણ અછત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More