Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપથી નારાજ દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાઈ શકે છે

સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ટિકીટ કાપી લીધા બાદ હવે ભાજપને મોટો ફટકો પડી શકે છે. ભાજપે સુરેન્દ્રનગર બેઠક માટે નવા ઉમેદરવાર તરીકે મહેન્દ્ર મુંજપુરાના નામની જાહેરાત કરી છે, જેના બાદ દેવજી ફતેપરાની નારાજગી સામે આવી છે. ત્યારે ભાજપના નારાજ સાંસદ દેવજીભાઈ ફતેપરા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. હાલ કોંગ્રેસ પ્રદેશ મોવડીઓ મોડી રાતથી દેવજીભાઈને મનાવવાના પ્રયાસોમાં લાગ્યું છે તેવું જાણવા મળ્યું છે.

ભાજપથી નારાજ દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાઈ શકે છે

સત્યમ હંસોરા/રાજકોટ :સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ટિકીટ કાપી લીધા બાદ હવે ભાજપને મોટો ફટકો પડી શકે છે. ભાજપે સુરેન્દ્રનગર બેઠક માટે નવા ઉમેદરવાર તરીકે મહેન્દ્ર મુંજપુરાના નામની જાહેરાત કરી છે, જેના બાદ દેવજી ફતેપરાની નારાજગી સામે આવી છે. ત્યારે ભાજપના નારાજ સાંસદ દેવજીભાઈ ફતેપરા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. હાલ કોંગ્રેસ પ્રદેશ મોવડીઓ મોડી રાતથી દેવજીભાઈને મનાવવાના પ્રયાસોમાં લાગ્યું છે તેવું જાણવા મળ્યું છે.

fallbacks

હળવદની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે. જો દેવજીભાઈ ફતેપરા કોંગ્રેસમાં જોડાવા તૈયાર થઈ જાય તો તેમને હળવદ વિધાનસભાની કોંગ્રેસમાંથી ટિકીટ મળી શકે છે. દેવજીભાઈને હળવદ કોંગ્રેસમાંથી ટિકીટ માટે લોબિંગ થઈ રહ્યુ છે. ત્યારે દેવજીભાઈ ફતેપરા હળવદ વિધાનસભાની પેટા ચૂંટણી લડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ, સુરેન્દ્રનગરના કોંગ્રેસના મોટા ગજાના નેતાએ દિવજીભાઈ ફતેપરા માટે દિલ્હી હાઇકમાન્ડને રજુઆત કરી છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના અનેક કોળી સમાજના નેતાઓ પણ દેવજીભાઈના સંપર્કમાં છે. 

દેવજીભાઈએ રાજીનામાની વાત કરી હતી
પોતાને ટિકીટ ન મળતા દેવજી ફતેપરાએ કહ્યું હતું કે, સમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઈશ. સમાજ કહેશે તો પૂરી તાકાતથી લડી ઉમેદવારેને હરાવીશ. સમાજની નારાજગી આવતી ચૂંટણીમાં ભારે પડશે. સમાજના આગેવાનો અને મતદારો સાથે ચર્ચા કર્યા બાદ પોતાની રણનીતિ જાહેર કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More