Home> Gujarat
Advertisement
Prev
Next

જીતુ વાઘાણીએ AAP પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું; 'હું આલિયા માલીયા જમાલિયાને કહેવા માંગુ છું..'

ભગવાન રામ અને કૃષ્ણ અંગે વાયરલ થયેલા વીડિયો અંગે ખળભળાટ મચ્યો છે. આમ આદમીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આરોપ લાગ્યો છે કે તેમના મંત્રી હિન્દૂ ધર્મનું ધર્માંતરણ કરાવે છે.

જીતુ વાઘાણીએ AAP પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું; 'હું આલિયા માલીયા જમાલિયાને કહેવા માંગુ છું..'

Jitu Vaghani Press Conference: આમ આદમી પાર્ટી દિલ્હીનાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે દેવી દેવતાઓ મામલે કરેલ ટીપણીનો મામલો હવે ગરમાતો જોવા મળી રહ્યો છે. દિલ્હી આમ આદમી પાર્ટીના મંત્રીનો એક વીડિયો વાયરલ થયા બાદ ભાજપ હરકતમાં આવી ગયું અને AAPને આડે હાથ લીધું હતું. આ અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. 

fallbacks

ભગવાન રામ અને કૃષ્ણ અંગે વાયરલ થયેલા વીડિયો અંગે ખળભળાટ મચ્યો છે. આમ આદમીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આરોપ લાગ્યો છે કે તેમના મંત્રી હિન્દૂ ધર્મનું ધર્માંતરણ કરાવે છે. ભાજપે આક્ષેપ લગાવતા જણાવ્યું કે ગુજરાતમાં મંદિરે મંદિરે ફરવાનું નાટક કરે છે. હિન્દૂ ધર્મનું નિકંદન કાઢવાનો ભાજપે આપ પર આક્ષેપ લગાવ્યો છે.  

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજેન્દ્ર પાલ ગૌતમ દિલ્હી સરકારમાં મંત્રી પોતાની ઉપસ્થિતિમાં ધર્માંતરણ મામલે કહી રહ્યા છે. મર્યાદા પુરુષોત્તમ રામ અને કૃષ્ણ સહિત કોઈ ભગવાનને તેમણે છોડ્યા નથી. તેમણે હિન્દૂ સમાજનું ન માત્ર અપમાન કર્યું છે પણ થુંકવાનું કામ કર્યું છે. હિન્દૂ ધર્મની પરીક્ષા લેવાનું બંધ કરે. હું ચેતવણી આપું છું કે ટુકડે ટુકડે ગેંગને સપોટ બંધ કરો. તમારા ચાવવાના અને બતાવવાના અલગ અલગ છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત ભક્તિભાવ વાળું રાજ્ય છે. કેજરીવાલ એન્ડ કંપનીને કહેવા માગું છું કે આવા લોકોને ઓળખી લેજો. સામાન્ય જનતાએ પણ ફરિયાદ કરી છે, દિલ્હીની સરકારે ફરિયાદ કેમ ના કરે? આ હિન્દુ સમાજ સહિષ્ણુતામાં માંને છે. પરંતુ હવે કેજરીવાલ નાટક મંડળીનો ચહેરો ખુલો પડ્યો છે. આ ગુજરાતીની ધરતી છે, આ સંતો મહંતોની ભુમી છે. ભૂતકાળમાં પણ ગીતાજી વિશે, કાશ્મીર ફાઇલ ફિલ્મ બાદ પંડિતો વિશે, તમે પાપ કર્યું છે. તમારા મંત્રીઓ કૌભાંડો કરીને જેલમાં છે. તમે લોકોને છેતરીને ભોળા બનીને લાગણીમાં લેવાનું પાપ કર્યું છે.

વાઘાણીએ વધુમાં કહ્યું કે, વાઘાણીએ વધુમાં કહ્યું કે, હું આલિયા માલીયા જમાલિયાને કહેવા માંગુ છું ક્યાં છુપાઈ ગયા છો, ક્યાં સેવા કરવા નિકળ્યા છો. આ વોટ બેન્કની રાજનીતિનું ષડયંત્ર છે. હું કેજરીવાલની કંપનીને, આલિયા માલિયાની ટોળીને કહેવા માંગુ છું કે, અન્ય સંપ્રદાય માટે બોલીને બતાવો. લલચાવવા નીકળેલી આ કંપનીના પેટમાં પાપ છે, વોટ બેન્ક માટેની રાજનીતિ છે. દુશ્મન દેશની ભાષામાં લોકોને છેતરવા નીકળ્યા છે. દેશ અને દુનિયાની લોકોને છેતરવાનું બંધ કરો અને ભોગવવા તૈયાર રહો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More