Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના વધુ એક નેતા થયા કોરોના સંક્રમિત, ફેસબુક દ્વારા કરી જાહેરાત

કોરોનાકાળમાં સતત સેવામાં ખડેપગ ઉભા રહેનાર ભાજપના નેતા અને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ હોવાની તેમણે જાહેરાત કરી છે. 

ભાજપના વધુ એક નેતા થયા કોરોના સંક્રમિત, ફેસબુક દ્વારા કરી જાહેરાત

બનાસકાંઠા: હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ વધુને વધુ ફેલાતું જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લાની હોસ્પિટલોમાં દર્દીઓનો મોટાભાગે ઘસારો જોવા મળે છે અને તમામ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ગઈ છે. c

fallbacks

શંકરભાઇ ચૌધરી ફેસબુકના માધ્યમથી જણાવ્યું હતું કે તેમણે કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યો છે. હાલ તેઓ હોમ કોરોન્ટાઇન છે. અત્રે ઉલ્લેખનીય છે તાજેતરમાં જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ કોરોના પોઝિટિવ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More