Home> Gujarat
Advertisement
Prev
Next

સંસ્કારી નગરીની અસંસ્કારી મહિલા નેતા! જુઓ ભાજપની મહિલા નેતાને પૂરની તારાજી વચ્ચે રીલ્સનો ચસ્કો

દેખ તમાશા 'રીલ્સ' કા. સંસ્કારી નગરીની અસંસ્કારી ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકીને લોકોની ક્રૂર મઝાક ઉડાવી છે. એક બાજુ લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા, ત્યારે જુઓ ભાજપની મહિલા નેતાને રીલ્સનો ચસ્કો લાગ્યો હતો.

સંસ્કારી નગરીની અસંસ્કારી મહિલા નેતા! જુઓ ભાજપની મહિલા નેતાને પૂરની તારાજી વચ્ચે રીલ્સનો ચસ્કો

ઝી બ્યુરો/વડોદરા: વડોદરામાં પૂરના પાણી ઓસરતા રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યાં છે. વડોદરામાં પૂરની સ્થિતિથી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે લોકોમાં રોષ છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવા ગયેલા ભાજપના નેતાઓનો લોકો હૂલારીયો બોલાવી રહ્યા છે. તેવામાં વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. 

fallbacks

આ શું થવા બેઠું છે? ખાડીમાં ફરી સક્રિય થયું ડીપ્રેશન, આ વિસ્તારોના નીકળી જશે ભૂક્કા!

દેખ તમાશા 'રીલ્સ' કા. સંસ્કારી નગરીની અસંસ્કારી ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકીને લોકોની ક્રૂર મઝાક ઉડાવી છે. એક બાજુ લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા, ત્યારે જુઓ ભાજપની મહિલા નેતાને રીલ્સનો ચસ્કો લાગ્યો હતો. લોકો પુરમાં પરેશાન હતા અને મેડમ રીલ્સ બનાવવામાં વ્યસ્ત હતા. તેઓ લોકોની મદદના નામે વડોદરાના નાગરિકો સાથે ભયંકર મજાક ઉડાવી રહ્યા હતા. એક તરફ લોકો ભુખ્યા હતા અને મહિલા નેતા રીલ્સ બનાવતા હતા, જેના કારણે આ મુદ્દો હાલ ગરમાયો છે. ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલની પાણીવાળી રીલ્સ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. લોકો હેરાન થઈ રહ્યા હતા અને ચાર્મી પટેલ રીલ્સ બનાવી રહ્યા હતા. અનેક વખત વિવાદોમાં પણ ચાર્મી પટેલ રહી ચૂક્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; ઇન્ટર્ન્સ-રેસિડેન્ટ્સ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીમાં લોકોની મદદ કરવાના બદલે ભાજપની મહિલા નેતાએ રીલ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. વોર્ડ 11ના ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલે તેમના પતિ સાથે પૂરના પાણીની અંદર રીલ બનાવી હતી. પૂરના પાણીમાં એક તરફ નાગરિકો ભૂખ્યા તરસ્યાં રહ્યા, તેવામાં ચાર્મી પટેલ રીલ બનાવી મજા લઇ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે અનેક વખત વિવાદમાં આડકતરી રીતે ચાર્મી પટેલનું નામ ઊછળ્યું છે. 

મચ્છુએ ફરી મોરબીમાં મોટી તારાજી સર્જી! આ તાલુકાના એક-બે નહીં 30 ગામનો વાળ્યો સત્યનાશ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More