Home> Gujarat
Advertisement
Prev
Next

ચીખલી તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ લગ્નની લાલચ આપી વિધવાનું શારીરિક શોષણ કર્યું, હવે થઈ ધરપકડ

તાલુકા પંચાયત સભ્ય રોબિન્સ પટેલે વર્ષ 2019 માં ચીખલીના એક ગામની વિધવા સાથે મિત્રતા કેળવ્યા બાદ તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. વિધવાના બે બાળકો હોવાથી બાળકોનું ધ્યાન રાખવા સાથે તેની પણ જરૂરિયાતો પૂર્ણ કરી તેને પોતાની અર્ધાંગિની બનાવવાના વાયદા કર્યા હતા.
 

ચીખલી તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ લગ્નની લાલચ આપી વિધવાનું શારીરિક શોષણ કર્યું, હવે થઈ ધરપકડ

નવસારી: મહિલા અને યુવતીઓ લગ્નની લાલચે પોતાનું સર્વસ્વ આપી દેતી હોય છે, પરંતુ ઘણીવાર તેમણે પસ્તાવાનો વારો આવતો હોય છે. આવું જ કઈ ચીખલી તાલુકાના એક ગામની વિધવા સાથે બન્યુ છે. લગ્નની લાલચે ચીખલી તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ 4 વર્ષોથી તેની સાથે રમતો રહ્યો હતો. પરંતુ લગ્ન કરવાની ના પાડતા નરાધમ તાલુકા પંચાયત સભ્ય સામે  મહિલાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

fallbacks

ચીખલી તાલુકા પંચાયતના ભાજપનો સભ્ય રંગીન મિજાજી નીકળતા તાલુકામાંથી ફિટકાર વરસી રહ્યો છે. તાલુકા પંચાયત સભ્ય રોબિન્સ પટેલે વર્ષ 2019 માં ચીખલીના એક ગામની વિધવા સાથે મિત્રતા કેળવ્યા બાદ તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. વિધવાના બે બાળકો હોવાથી બાળકોનું ધ્યાન રાખવા સાથે તેની પણ જરૂરિયાતો પૂર્ણ કરી તેને પોતાની અર્ધાંગિની બનાવવાના વાયદા કર્યા હતા. લગ્નના વાયદાઓ સાથે આરોપી રોબિન્સ પટેલે પીડતાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ક્યારેક પોતાના ઘરે તો ક્યારેક પીડિતાના ઘરે જઈ લગ્નના સોનેરી સપના બતાવી તેને પીંખતો રહ્યો હતો. 

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢતાં હર્ષ સંઘવી આવી ગયા લાઈન પર, કરવી પડી આ Tweet

ચાર વર્ષોમાં પીડિતાએ વારંવાર રોબિન્સને લગ્ન કરી લેવા મનાવ્યો પણ કોઈને કોઈ બહાને વાતને ટાળતો રહ્યો હતો. અંતે પીડિતાએ પોતાના પરિવારજનો, સમાજ તથા ગામના આગેવાનોને વાત કરી પ્રેમી રોબિન્સને મનાવવનો અંતિમ પ્રયાસ કર્યો, પણ રોબિન્સે લગ્ન કરવાની ધરાર ના પાડી દેતા વિધવા ભાંગી પડી હતી. રોબિન્સે તરછોડ્યા બાદ વિધવાએ આર્યનની વધુ પડતી ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયે સારવાર મળતાં પીડિતા બચી ગઈ હતી. ત્યારબાદ ગત નવેમ્બરમાં ફરી રોબિન્સ પીડિતાને મળ્યો અને તેને પ્રેમભરી વાતો કરી તેની સાથે ફરી સબંધ બનાવ્યા હતા. પણ મહિનો વિતવા છતાં લગ્નની વાત પણ ન કરતા અંતે છેતરાયેલી પીડિતાએ ચીખલી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય રોબિન્સ પટેલ સામે પોલીસ ફરિયાદ આપતા ચીખલી પોલીસે હવસખોર રોબિન્સની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં આ રોડ પરથી નીકળ્યા તો પોલીસ વાહન કરશે ડિટેઈન : ચલાવવાની જ છે મનાઈ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More