Home> Gujarat
Advertisement
Prev
Next

દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે કર્યો ટીમલી ડાન્સ, હાથમાં તીરકામઠું પકડીને બજારમાં ફર્યાં, જુઓ વીડિયો

World Tribal Day 2022 : બાહુબલી નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ હંમેશા કંઈક નવુ કરતા હોય છે. તેમની દબંગ વાણીથી લઈને દબંગ ડાન્સનો વીડિયો પણ ચર્ચાય છે

દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે કર્યો ટીમલી ડાન્સ, હાથમાં તીરકામઠું પકડીને બજારમાં ફર્યાં, જુઓ વીડિયો

ચિરાગ જોષી/ડભોઈ :આજે આદિવાસી દિવસ છે. તે નિમિત્તે ગુજરાત સરકારના મંત્રી અને ધારાસભ્યોએ વિવિધ શહેરોના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એક કાર્યક્રમમાં આદિવાસી સંગીતના તાલે ઝૂમ્યા હતા. તેમણે હાથમાં તીરકામઠુ પકડીને ડાન્સ કર્યો હતો. 

fallbacks

તીરકામઠા, તલવાર અને પારંપરિક વસ્ત્રોએ એ આદિવાસીઓનુ પ્રતિક છે. આ સમાજ તેમની આ વિશેષતાના લીધે ઓળખાય છે. ત્યારે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ આદિવાસીઓના રંગે રંગાયા હતા. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે આદિવાસી નૃત્યુ ટીમલીના તાલે ડાન્સ કર્યો હતો. તેઓ સંગીતથી એટલા જોશમાં આવી ગયા હતા કે, હાથમાં તીરકામઠું પકડીને આદિવાસી ડાન્સ પણ કર્યો હતો. વાઘોડિયા ગામના મુખ્ય બજારમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. ભાજપના શોખીન ધારાસભ્ય ફરીથી આ વીડિયોથી ચર્ચામાં આવ્યા છે. 

વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઝાલોદ ખાતે પહોંચ્યા હતા. તેમણે કાવી કંબોઈ મંદિરે દર્શન કર્યા બાદ ઝાલોદ ખાતે જાહેર સભાને સંબોધન કર્યુ હતું. અહી તેમણે 1000 કરોડથી વધુના કામોના ખાત મુહુર્ત તેમજ લોકાર્પણ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More