Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર બોલ્યા વિવાદીત બોલ

વડોદરામાં કોયલી સ્થિત ભાજપની જાહેર સભામાં ભાજપના વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વિવાદીત બોલ બોલ્યા છે...જેમાં તેમને મતદારો, મીડીયા બાદ હવે અધિકારીઓને આડકતરી રીતે ધમકી આપતા હડકંપ મચી જવા પામ્યો છે. કોયલીમાં ભાજપની જાહેર સભા છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ હાજરી આપી છે. 

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર બોલ્યા વિવાદીત બોલ

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં કોયલી સ્થિત ભાજપની જાહેર સભામાં ભાજપના વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વિવાદીત બોલ બોલ્યા છે...જેમાં તેમને મતદારો, મીડીયા બાદ હવે અધિકારીઓને આડકતરી રીતે ધમકી આપતા હડકંપ મચી જવા પામ્યો છે. કોયલીમાં ભાજપની જાહેર સભા છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ હાજરી આપી છે. 

fallbacks

કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા જાહેર સભા સ્થળ પર પહોચે તે પહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમને કાર્યકરોને કહ્યું કે, કોઈ પણ કામ હોય તો મારી પાસે આવજો, કામ સાચું હશે તો અધિકારી પાસે કામ કરાવવાના પ્રયાસ કરી અને જો અધિકારી નહી કરે તો 14મું રતન વાપરીને પણ કામ કરાવીશ.

અલ્પેશ ઠાકોર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

આમ વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારો, મીડીયા બાદ આડકતરી રીતે અધિકારીઓને પણ ધમકી આપી છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, કોઈ પણ નાત જાત વગર હું તમામના કામો કરું છું. જેથી સતત ચૂંટણી જીતું છું. પરંતુ મધુ શ્રીવાસ્તવના બોલ જે રીતે દિવસેને દિવસે બગડી રહ્યા છે. ત્યારે ભાજપ પક્ષ કેમ તેમની સામે કાર્યવાહી નથી કરતુ, કેમ ચૂંટણી અધિકારી મૌન બેઠા છે તે સવાલો ઉઠી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More