Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે નેતાજી સુભાષચંદ્ર બોઝને ગણાવ્યા આતંકવાદી પાંખનો ભાગ, પછી ડિલીટ કરી દીધી પોસ્ટ

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપવા સમયે આણંદથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે ભાંગરો વાટી દીધો હતો. ત્યારબાદ વિવાદ વધ્યો તો પોસ્ટ ડિલીટ કરી અને પછી લોકોની માફી માંગી હતી. 

ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે નેતાજી સુભાષચંદ્ર બોઝને ગણાવ્યા આતંકવાદી પાંખનો ભાગ, પછી ડિલીટ કરી દીધી પોસ્ટ

આણંદઃ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. દેશભરમાં લોકો નેતાજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સવારે સંસદ પરિસરમાં સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી હતી. સોશિયલ મીડિયા પર સવારથી લોકો નેતાજીને યાદ કરી રહ્યાં છે. આ વચ્ચે આણંદથી ભાજપના ધારાસભ્યએ ભાંગરો વાટ્યો છે. તેમણે નેતાજીને શ્રદ્ધાંજલિ આપવા દરમિયાન તેમને આતંકવાદી પાંખના ભાગ ગણાવી દીધા હતા. પરંતુ તેમની પોસ્ટ બાદ વિવાદ વધતા ધારાસભ્યએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. 

fallbacks

ધારાસભ્ય ભાન ભૂલ્યા
દેશભરમાં સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. દેશભરમાં લોકો નેતાજીને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. આ વચ્ચે આણંદથી ભાજપના ધારાસભ્ય યોગેશ આર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નેતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધારાસભ્યએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણિતા છે.અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ વધુ આતંકવાદી પાંખનો ભાગ હતાં. અને સમાજવાદી નીતિઓની હિમાલય માટે જાણિતા હતાં.' 

fallbacks

નવી પોસ્ટ કરીને લોકોની માંગી માફી
ભાજપના ધારાસભ્યની આ પોસ્ટ બાદ વિવાદ વધી ગયો હતો. કોંગ્રેસે તો આ પોસ્ટને વિવાદાસ્પદ ગણાવી હતી. કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય યોગેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની રજૂઆત પણ સાઇબર સેલમાં કરવામાં આવી હતી. વિવાદ વધ્યા બાદ ધારાસભ્યએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ ધારાસભ્ય યોગેશ પટેલે નવી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે, અનુવાદ કરવામાં મારી ભૂલ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મારા માટે સુભાષચંદ્ર બોઝ આદરણીય અને સન્માનીય નેતા છે. હું મારી ભૂલ બદલ માફી માંગુ છું. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More