Home> Gujarat
Advertisement
Prev
Next

છોટાઉદેપુર ભાજપ પ્રમુખ જાહેર કાર્યક્રમમાં 'પીધેલા' હતા? લથડિયા ખાતો VIDEO વાયરલ

રશ્મિકાંત વસાવાએ લથડિયા ખાવા પાછળ એક તર્કપૂર્વકનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, મને પગમાં સમસ્યા હતી, જેણા કારણે મને તકલીફ થતી હતી. પરંતુ કાર્યક્રમ સ્થળના દ્રશ્યો હકીકત કંઈક અલગ બતાવી રહ્યા છે.

છોટાઉદેપુર ભાજપ પ્રમુખ જાહેર કાર્યક્રમમાં 'પીધેલા' હતા? લથડિયા ખાતો VIDEO વાયરલ

પંચમહાલ: સોશિયલ મીડિયામાં આજકાલ એવા વીડિયો વાયરલ થઈ જાય છે કે નેતાઓની નાનકડી ભૂલ પણ કોઈક વાર ભારે પડી જાય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખનો આ વાયરલ વીડિયોના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા પ્રભારી મંત્રી નીમીશાબેન સુથાર સાથે હતા તો પણ ચિક્કાર પીને લથડીયા ખાતો વીડિયો વાયરલ થયો છે.

fallbacks

આ વિશે મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ એક કાર્યક્રમમાં નશો કરેલી હાલતમાં લથડિયા ખાતા જોવા મળી રહ્યા છે. છોટા ઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે સ્ટેજ પર હાજર તમામ નેતાઓની હાજરી વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાના દ્રશ્યોએ વિવાદોનું વંટોળ ઉભું કર્યું હતું. 

આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હાજર હતા, તે સમયે જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા સ્ટેજ પર બેઠા હતા અને તેઓ નશો કરેલી હાલતમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જેણા કારણે તે લથડિયા ખાતા હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. ત્યારે આ વાતનો ખુલાસો જ્યારે ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા પાસે માંગ્યો તો એમને નકારી દીધો હતો.

રશ્મિકાંત વસાવાએ લથડિયા ખાવા પાછળ એક તર્કપૂર્વકનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, મને પગમાં સમસ્યા હતી, જેણા કારણે મને તકલીફ થતી હતી. પરંતુ કાર્યક્રમ સ્થળના દ્રશ્યો હકીકત કંઈક અલગ બતાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર હતા, ત્યારે સ્ટેજ પર છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝોકો મારી રહ્યા હતા. હાલ આ કાર્યક્રમના દ્રશ્યો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More