હિતલ પારેખ/ગાંધીનગર :હોસ્પિટલમાં સારવાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સીઆર પાટીલનો રિપોર્ટ નેગેટિવ આવતા આવતીકાલે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે તેઓને થોડા દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવું પડશે.
ભાજપ પ્રમુખ સી આર પાટીલે આખરે કોરોનાને માત આપી છે. ટ્વિટ કરીને ભાજપ પ્રમુખે શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તેઓ ટ્વિટ કરીને કહ્યું કે, મારો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમામ લોકોનો આભાર.
સીઆર પાટીલને આવતીકાલે હોસ્પિટલમાં રજા અપાશે. આઠ દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આખરે આજે તેઓ કોરોનામુક્ત થયા છે. જોકે, તેઓ 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં હાજરી નહિ આપી શક્યા. 14 સપ્ટેમ્બરથી સંસદનું ઐતિહાસિક સત્ર શરૂ થયું છે. આ સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. સારવાર બાદ કદાચ અંતિમ સપ્તાહમાં સંસદમાં પાટીલ હાજરી આપી શકશે તેવું લાગે છે.
મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા મળશે. મારા સ્વાસ્થ્ય માટે પાઠવેલી શુભકામનાઓ બદલ આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
— C R Paatil (@CRPaatil) September 15, 2020
અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ પોતાની ગુજરાત યાત્રા દરમિયાન અનેક કોરોના પોઝિટિવ નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતાને પગલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે આ એન્ટિજન ટેસ્ટ હતો જે નેગેટિવ આવ્યો હતો. હવે તેમનો RTPC ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભાજપનાં અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કે જે રેલી દરમિયાન હાજર હતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેના પગલે સી.આર પાટીલે પણ પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેમને છેલ્લા ઘણા દિવસથી સી.આર પાટીલને નબળાઇ વર્તાઇ રહી હતી. જેથી એપોલો હોસ્પિટલમાં તેઓનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. જ્યારે એન્ટિજન ટેસ્ટ પણ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. જોકે તકેદારીના ભાગરૂપે તેમને RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેના બાદ તેઓ પોઝિટિવ હોવાનું ખૂલ્યું હતું. હાલ તેઓ એપોલો હોસ્પિટલમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે