Home> Gujarat
Advertisement
Prev
Next

ચૂંટણી પ્રચાર માટે ભાજપે શરૂ કર્યુ અભિયાન, પાટીલે કહ્યું; છેલ્લા 5 વર્ષમાં આપેલા વચનોમાંથી 78% વચનો પૂર્ણ કર્યા

Gujarat Election 2022: આજે ભારતીય જનતા પાર્ટીએ જનતા પાસે પોતાના સૂચનો માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ ગામો અને જિલ્લામાંથી જનતાના અભિપ્રાયો જાણવા માટે ભાજપ 5 થી 15 નવેમ્બર સુધી એક સૂચન પેટી મૂકશે.

ચૂંટણી પ્રચાર માટે ભાજપે શરૂ કર્યુ અભિયાન, પાટીલે કહ્યું; છેલ્લા 5 વર્ષમાં આપેલા વચનોમાંથી 78% વચનો પૂર્ણ કર્યા

બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપના કેમ્પેઈનનું કમલમથી લોન્ચિંગ કરાયું છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભાજપે ચૂંટણી કેમ્પેઈનની શરૂઆત કરી છે. સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા જનતાનો અભિપ્રાય લેવાશે. સોશિયલ મીડિયા અને સૂચન પેટી મારફતે લોકોના અભિપ્રાય લેવાશે. ભાજપ સરકાર કઈ રીતે અગ્રેસર રહી તે અંગે પણ પ્રઝેન્ટેશન કરાશે. 

fallbacks

આજે ભારતીય જનતા પાર્ટીએ જનતા પાસે પોતાના સૂચનો માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ ગામો અને જિલ્લામાંથી જનતાના અભિપ્રાયો જાણવા માટે ભાજપ 5 થી 15 નવેમ્બર સુધી એક સૂચન પેટી મૂકશે. પોસ્ટ કાર્ડના માધ્યમથી ભાજપ સૂચનો સ્વીકારશે. આજે કેમ્પઈન લોચિંગ દરમ્યાન ભાજપ સરકારના ગુજરાત કઈ રીતે, કયા મુદ્દે અગ્રેસર રહ્યું એ અગે પણ પ્રેઝન્ટેશન કરાશે. 

સી આર પાટિલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં આપેલા વચનોમાંથી 78% વચનો ભાજપે પૂર્ણ કર્યા છે. પરંતુ કેટલાક એવા કામો છે જે લાંબા ગાળાના હોય છે તે હાલ ચાલુ છે. કેટલાક એવા પણ કામ કર્યા છે જે સંકલ્પ પત્રમાં નહોતા. પરંતુ અમે ફરી એકવાર જનતા વચ્ચે જઈને તેમનો અભિપ્રાય જાણીશું. જેના આધારે સંકલ્પ પત્ર તૈયાર કરીશું. પીએમ મોદીના નેતૃત્વમાં અનેક ક્ષેત્રમાં ગુજરાત નંબર 1 છે. ભાજપ સતત આ માટે સેવાના માધ્યમથી સત્તા પર રહીને કામ કરીએ છીએ. લોકોની અપેક્ષા અને સપનાનું ગુજરાત બનાવીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More