Home> Gujarat
Advertisement
Prev
Next

વિધાનસભા પેટાચૂંટણી : ભાજપમાં ઉમેદવારોના નામોનું કોકડુ હજુ ગૂંચવાયેલું, પણ શક્તિ પ્રદર્શન માટે કયા નેતા જશે તેમનું લિસ્ટ બન્યું

6 વિધાનસભા પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ની બેઠકો પર ભાજપ (BJP)ના ઉમેદવારો આવતીકાલે વિજય મુહર્તમાં ફોર્મ ભરશે. ત્યારે 6 વિધાનસભામાં ઉમેદવારો સાથે પ્રદેશ નેતાઓ તથા સરકારના મંત્રીઓ હાજર રહેશે. સરકાર તથા સંગઠન દ્વારા આ અંગેની  સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી (Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી (Nitin Patel), સિનિયર કેબિનેટ મંત્રી, ગૃહ રાજ્ય મંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવાર સાથે હાજર રહેશે. ઉમેદવારી પત્ર ભરવા સમયે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરાશે. તો બીજી તરફ કોંગ્રેસે (Congress) ચાર બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.  

વિધાનસભા પેટાચૂંટણી : ભાજપમાં ઉમેદવારોના નામોનું કોકડુ હજુ ગૂંચવાયેલું, પણ શક્તિ પ્રદર્શન માટે કયા નેતા જશે તેમનું લિસ્ટ બન્યું

બ્રિજેશ દોશી/ગાંધીનગર :6 વિધાનસભા પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ની બેઠકો પર ભાજપ (BJP)ના ઉમેદવારો આવતીકાલે વિજય મુહર્તમાં ફોર્મ ભરશે. ત્યારે 6 વિધાનસભામાં ઉમેદવારો સાથે પ્રદેશ નેતાઓ તથા સરકારના મંત્રીઓ હાજર રહેશે. સરકાર તથા સંગઠન દ્વારા આ અંગેની  સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી (Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી (Nitin Patel), સિનિયર કેબિનેટ મંત્રી, ગૃહ રાજ્ય મંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવાર સાથે હાજર રહેશે. ઉમેદવારી પત્ર ભરવા સમયે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરાશે. તો બીજી તરફ કોંગ્રેસે (Congress) ચાર બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.  

fallbacks

વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસે 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોને કોને મળી ટિકીટ

રાધનપુર:
વિજય રૂપાણી, જીતુ વાઘાણી, કે સી પટેલ, દિલીપ ઠાકોર

થરાદ:
ઇશ્વર પરમાર, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, પરબત પટેલ, દુષ્યંત પંડ્યા

ખેરાલુ:
નીતિન પટેલ, વિભાવરી દવે, જગદીશ પટેલ

લુણાવાડા:
જયદ્રસિંહ પરમાર, ભરતસિંહ પરમાર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભાર્ગવ ભટ્ટ

અમરાઈવાડી:
આઈ. કે. જાડેજા, આર. સી. ફળદુ, કૌશિક પટેલ, એચ. એસ. પટેલ, કિરીટ સોલંકી

બાયડ:
પ્રદીપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા, હર્ષદગીરી ગૌસ્વામી

ગીર-સોમનાથ પર આસમાની આફત વરસી, મોડી રાત્રે બોટની જળસમાધિ, માધવરાયજી મંદિર છઠ્ઠીવાર પાણીમાં ડૂબ્યું

ભારતીય જનતા પાર્ટી થોડીવારમાં વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણીના ઉમેદવારોનાં નામ પર આખરી મહોર લગાવવા જઈ રહી છે. આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વિધાનસભાની 6 બેઠકોની પેટા-ચૂંટણીમાંથી 2 બેઠકો પર ભાજપના ઉમેદવારોને લઈને કોકડું ગુંચવાયું છે. આ બંને બેઠક છે થરાદ અને અમરાઈવાડી. થરાદ બેઠક પર પરબત પટેલના મોટા પુત્ર શૈલેશ પટેલ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીને લઈને કોકડું ગુંચવાયું છે. તો અમદાવાદની અમરાઈવાડી બેઠક પર કડવા અને લેઉવા પાટીદારને લઈને ટિકિટનું કોકડું ગુંચવાયું છે. કડવા પટેલ ઉમેદવારને પસંદ કરવાના થાય તો પ્રવીણ પટેલ, કે જેઓ અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. તેમનું નામ પસંદ થઈ શકે છે. અને જો લેઉવા પટેલ ઉમેદવારની પસંદગી કરવાની થાય તો રમેશ કાંટાવાળા અથવા મહેશ પટેલની પસંદગી થઈ શકે છે. રમેશ કાંટાવાળા લેઉવા પાટીદાર છે અને મહેશ પટેલ કડવા પાટીદાર છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More