ગાંધીનગર : વિધાનસભા પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ની બેઠકો પર ભાજપ (BJP)ના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પરથી ટીકિટ આપવામાં આવી છે. જ્યારે બાયડથી ધવલસિંહ ઝાલાને ટીકિટ આપીને અંતે ગુચવણનો અંત લાવ્યો હતો. જાહેર થયેલા તમામ ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે.
ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણીના ઉમેદવારોનાં નામ પર આખરી મહોર લગાવી દીધી છે. સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે વિધાનસભાની 6 બેઠકોની પર ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અમરાઈવાડી બેઠક પરથી આનંદીબેન પટેલની લોબીના જગદીશ પટેલની ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે