ઉદય રંજન/અમદાવાદ: આગામી ચુંટણીને લઈને સોમવારે ભાજપ દ્વારા અમદાવાદ શહેરમાં એક બેઠક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી તો ભાજપે બુથ સુધીનું પ્લાનિંગ કરી ઘર ઘર સુધી જઈ સરકારની યોજનાઓ લોકો સુધી પહોચવા માટે આયોજન કરવામાં આવ્યું ભાજપે કોલ સેન્ટર ચાલુ કર્યા છે જેના મારફતે લોક સંપર્ક અને પાર્ટી સંપર્ક કરવામાં આવે છે.
પરંતુ ઘણી વખત ભાજપના નેતાઓ સંપર્ક માટે કોલ કરે છે તો કોલ લગતા નહિ હોવાની ફરિયાદ ઉઠી છે. જેને ઠીક કરવા માટે તાકીદ કરવામાં આવી છે. કોંગ્રેસની બેઠકમાં ભાજપ અને તેના નેતાઓ પર કરવામાં આવેલા આકર પ્રહારોનો વળતો જવાબ ભાજપે આપ્યો હતો.
કોંગ્રેસને વળતા જવાબ આપતા ભાજપના ઉપાધ્યક્ષ આઇ કે જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપ વિકાસના કામ કરે છે. અને અહેમદ પટેલ હિસાબ નહિ મળતા હોવાની વાતો કરે છે. ત્યારે તેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે વાત કરવી જોઈએ ગુજરાતમાં તો કોંગ્રેસ 2002થી જીતવાના દાવા કરે છે પણ જનતાએ જાકારો આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે