Home> Gujarat
Advertisement
Prev
Next

Blast in Pharma Company : વલસાડની ફાર્મા કંપનીમાં મોડી રાતે બ્લાસ્ટ, ત્રણ કામદારોના મોત

Valsad Blast : વલસાડના સરીગામની વેન પેટ્રોકેમ ફાર્મા  કંપનીમાં આગ લાગતા બ્લાસ્ટ... ઘટનામાં 3 કામદારોના મોત... આગ લાગવાનું કારણ અકબંધ...
 

Blast in Pharma Company : વલસાડની ફાર્મા કંપનીમાં મોડી રાતે બ્લાસ્ટ, ત્રણ કામદારોના મોત

Valsad Pharma Company Blast : વલસાડના સરીગામ જીઆઇડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. વલસાડની બેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં મોડી રાતે બ્લાસ્ટ થયો હતો. પ્રચંડ બ્લાસ્ટથી કંપનીમાં આગ લાગી હતી, જેથી અફરાતફરીનો માહોલ છવાયો હતો. બ્લાસ્ટથી કંપનીનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં 3 કામદારોના મોત નિપજ્યા છે. તો 2 કામદાર ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

fallbacks

વલસાડના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ કેમિકલ ઝોન GIDCમાં વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં મધ્યરાત્રીએ અચાનક આગ લાગી હતી. આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા કંપનીનો શેડ ધરાશાયી થયો હતો. જેમાં, 3 કામદારોના મોત થયા છે. જ્યારે અને બે કામદારોને ઈજા પહોંચી છે. આજુબાજુની કંપનીમાં અને કેમિકલ ઝોનમાં આવેલી તમામ કંપનીઓમાં બ્લાસ્ટની આસર જોવા મળી હતી.

fallbacks

valsad_blast_zee2.jpg

ઘટનાને લઈને આજુબાજુની કંપનીમાંથી કામદારો તાત્કાલિક પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સરીગામ GIDC, દમણ, વાપી GIDC, નોટિફાઇડ સહિતની ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે 108 ટીમને જાણ થતાં 3 ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. વલસાડના SP, પ્રાંત અધિકારી,  મામલતદાર, GPCPના અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More