Surat News : ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે.ધોરણ 10 પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામા આવ્યું છે. જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.75 ટકા પરિણામ છે. ધોરણ 10ના પરિણામમાં ફરી વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થિનીઓનું 70.65 ટકા પરિણામ, જ્યારે વિદ્યાર્થીઓનું માત્ર 59.58 ટકા જ પરિણામ આવ્યું છે. આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ છે. ત્યારે સૌથી વધુ પરિણામ ધરાવતા સુરત જિલ્લામાં અજીબ કિસ્સો જોવા મળ્યો. બે જુડવા ભાઈઓને ધોરણ 10 ના પરિણામમાં એકસરખા માર્કસ મળ્યા છે.
સુરત શહેરમાં ધોરણ 10 નું પરિણામ આખા ગુજરાતમાં સૌથી વધુ આવ્યુ છે. ત્યારે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના બે જુડવા ભાઈઓએ બાજી મારી હતી. કારણ કે, બંને ભાઈઓના માર્ક્સ પણ એકસરખા જ આવ્યા છે. ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા ઋત્વ અને રુદ્ર સભારીયાના માર્ક્સ 573 અને ટકા પણ એકસરખા 95.05 ટકા આવ્યા છે. તેઓ અભ્યાસમાં એકબીજાને મદદ કરતા હતા. ખાસ વાત તો એ છે કે, ધોરણ 1 થી 10 સુધી બંનેના માર્ક્સ એકસરખા જ આવતા રહ્યા છે. ત્યારે ફરીથી બોર્ડની પરીક્ષામાં તેઓએ એકસરખા માર્કસ લાવીને સૌને ચોંકાવ્યા છે. હવે બંને કોમ્પ્યુટર એન્જીનરીંગમાં એડમિશન લેશે.
બાગેશ્વર બાબાનો આજથી ગુજરાતમાં દરબાર ભરાશે, આવું છે પ્રવચનનું 10 દિવસનું શિડ્યુલ
પોતાના માર્કસ વિશે ઋત્વ અને રુદ્રએ જણાવ્યું કે, અમે બંને રોજ 8 કલાક વાંચતા હતા. સ્કૂલથી આવીને રિવિઝન કરતા હતા. અમારી શાળા અને માતાપિતાએ અમને હંમેશા પ્રોત્સાહિત કર્યા છે. જેને કારણે અમારુ પરિણામ સારુ આવ્યું છે.
બોર્ડની વેબસાઈટ પર આજે સવારે ધોરણ 10 નું પરિણામ જાહેર થયુ છે. WWW.GSEB.ORG પર પરિણામ જોઈ શકાશે. તેમજ WhatsAppના માધ્યમથી પણ પરિણામ જાણી શકાશે. 6357300972 નંબર પર વ્હોટ્સએપથી પર પરિણામ જોઈ શકાશે. ગુણપત્રક તેમજ અન્ય જરૂરી કોપી વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં આપવામાં આવશે.
પાટીદારોએ બંધ કરી ‘કવર’ પ્રથા : આટલા પ્રસંગોમાં હવે નહિ થાય રૂપિયાનો વહેવાર
પરીક્ષામાં કુલ 7 લાખ 41 હજાર 411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7 લાખ 34 હજાર 898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ બનાસકાંઠા ના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ આવ્યુ છે. તો સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્ર નું 11.94 ટકા પરિણામ આવ્યું છે.
આવી ગયુ ધોરણ-10નું પરિણામ, 64.62 ટકા પરિણામ જાહેર
પરિણામના ડરથી વિદ્યાર્થીનીનો આપઘાત
તો બીજી તરફ સુરતમાં ધોરણ 10 ના પરિણામના ટેન્શનમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. ભેસ્તાન શિવ નગરમાં રહેતી 16 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીને ધોરણ 10 માં નાપાસ થવાની ભીતિ હતી. તેથી ધોરણ 10 નું પરિણામ આવે તે પહેલા જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ બન્યો છે. પાંડેસરા પોલીસ ઘટનાએ સ્થળે દોડી આવી છે. વિદ્યાર્થીના મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે