અતુલ તિવારી/અમદાવાદ :આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓની આવતીકાલે ખરી કસોટી છે. કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 ની પરીક્ષા સવારે 10 થી બપોરે 1:15 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન યોજાશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજાશે.જોકે, સામાન્ય પ્રવાહની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. સવારે 10.30 થી 1.45 ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી 6.15 દરમિયાન પરીક્ષા યોજાશે. જે તે વિષય મુજબ સવારે અને સાંજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ વર્ષે પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ નિયમો મૂકવામાં આવે છે, જેનુ કડકાઈથી પાલન કરવામાં આવશે.
આ પણ વાંચો : સુરતનો આ ચા વાળો એવી વસ્તુમાંથી ચા બનાવે છે કે પીનારાને ચાનો નશો ચઢી જાય
બોર્ડની પરીક્ષઆ માટેના નિયમો
આ પણ વાંચો : સનસનાટીભર્યા ક્રાઈમ ન્યૂઝ : લગ્ન કરવા માથે પડેલી સાળીને જીજાજીએ જ પતાવી દીધી
આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં ધોરણ 10 અને 12 બોર્ડની કુલ 1,73,143 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદમાં ધોરણ 10 ની 1,07,694 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 52,537, તો વિજ્ઞાન પ્રવાહની 12,912 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં કુલ 97,430 વિદ્યાર્થીઓ 12 ઝોનમાં, 73 કેન્દ્રો પર, 3,312 બ્લોકમાં, 348 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે. તો અમદાવાદ ગ્રામ્યમાં કુલ 75,713 વિદ્યાર્થીઓ માટે 8 ઝોનમાં, 67 કેન્દ્રો પર, 233 પરીક્ષા સ્થળ પર, 2,606 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયુ છે.
અમદાવાદ શહેરમાં ધોરણ 10 ની 59,285 વિદ્યાર્થીઓ 7 ઝોનમાં, 34 કેન્દ્રો પર, 205 પરીક્ષા સ્થળમાં, 1,995 બ્લોકમાં પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની 5 ઝોનમાં, 29 કેન્દ્રો પર, 104 પરીક્ષા સ્થળે, 927 બ્લોકમાં 30,493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 7,652 વિદ્યાર્થીઓ 5 ઝોનમાં, 10 કેન્દ્રો પર, 39 પરીક્ષા સ્થળોમાં, 390 બ્લોકમાં પરીક્ષા આપશે.
અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10 ની 4 ઝોનમાં 35 કેન્દ્રો પર 139 પરીક્ષા સ્થળમાં 1,646 બ્લોકમાં 48,409 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની 22,044 વિદ્યાર્થીઓ 4 ઝોનમાં, 23 કેન્દ્રો પર, 68 પરીક્ષા સ્થળે, 694 બ્લોકમાં પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 5,260 વિદ્યાર્થીઓ 4 ઝોનમાં, 9 કેન્દ્રો પર 26 પરીક્ષા સ્થળમાં, 267 બ્લોકમાં પરીક્ષા આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે