Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોનાને કારણે વધુ એક ફટકો, બોર્ડના પેપર ચકાસણીની કામગીરી કરાઈ સ્થગિત

ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) ના 13 પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો સાથે જ સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પણ તકેદારી રાખી રહ્યાં છે. આવામાં તકેદારીના ભાગરૂપે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી 31 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ની (board exam)  ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી કોરોના વાયરસને કારણે સ્થગિત કરાઈ છે. આ અંગે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને ધોરણ 10 અને 12ની ઉત્તરવહી ચકાસણી સ્થગિત રાખવા માંગ કરી હતી. ઉત્તરવહીઓની ચકાસણીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માંગ કરી હતી.

કોરોનાને કારણે વધુ એક ફટકો, બોર્ડના પેપર ચકાસણીની કામગીરી કરાઈ સ્થગિત

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) ના 13 પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો સાથે જ સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પણ તકેદારી રાખી રહ્યાં છે. આવામાં તકેદારીના ભાગરૂપે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી 31 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ની (board exam)  ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી કોરોના વાયરસને કારણે સ્થગિત કરાઈ છે. આ અંગે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને ધોરણ 10 અને 12ની ઉત્તરવહી ચકાસણી સ્થગિત રાખવા માંગ કરી હતી. ઉત્તરવહીઓની ચકાસણીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માંગ કરી હતી.

fallbacks

જનતા કર્ફ્યૂ માટે ગુજરાત સરાકરે બહાર પાડી ગાઈડલાઈન, ખાસ વાંચી લેજો

મઘ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર જાહેર કરાયેલ નોટિસમાં કહેવાયું છે કે, ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહની ઉત્તરવાહીઓ કેટલાક મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર મૂલ્યાંકનની કામગીરી માટે મોકલવામાં આવી છે. હાલની પ્રવર્તમાન સ્થિતિને કારણે જે કેન્દ્રોમાં ઉત્તરવહીઓ મોકલવામાં આવી છે, તે કેન્દ્રો પર મૂલ્યાંકનની કામગીરી તારીખી 21 માર્ચથી 31 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. કેન્દ્રના સંચાલકોએ તેઓને મળેલ ઉત્તરવાહીઓ તપાસાઈ ગયેલ હોય અને તપાસાયેલ ન હોય તેની પૂરતી ગણતરી કરીને સ્ટ્રોંગ રૂમમાં પોલીસ પ્રોટેક્શન હેઠળ મૂકવાની રહેસે. ઉત્તરવાહીના સ્ટ્રોંગ રૂમને સુરક્ષા પૂરી પાડવા જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. પાણી કે અન્ય ઉત્તરવાહીઓને નુકસાન ન થાય તેની પૂરતી કાળજી લેવાની રહેશે અને સ્ટ્રોંગ રૂમની લોગબુક વ્યવસ્થિત નિભાવવાની રહેશે.

ગુજરાતમાં કોરોનાના 13 કેસ પોઝીટિવ, નાયબ મુખ્યમંત્રીએ માસ્ક પહેરીને માહિતી આપી

શિક્ષણ સંઘે શક્ષિણમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહી ચકાસવા મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થતા હોવાથી તેઓને કોરોના વાયરસનો ભય રહ્યો છે. જો તાત્કાલિક અસરથી કામગીરી સ્થગિત કરવાના આદેશ સરકાર નહીં આપે અને કોઈ શિક્ષક કોરોનાગ્રસ્ત થશે તો જવાબદારી સરકારની રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More