Home> Gujarat
Advertisement
Prev
Next

વેરાવળમાં બાંદ્રા- સોમનાથ ટ્રેનમાંથી મળી આવ્યો મૃતદેહ, તંત્રના વાંકે રઝળતો રહ્યો દેહ

બાંદ્રા સોમનાથ ટ્રેનની અંદર વહેલી સવારે મૃતદેહ મળી આવતા રેલવે પોલીસ ફોર્સ દોડતો થયો છે. ટ્રેનના S4 કમ્પાર્ટમેન્ટમાં બધા યાત્રીઓ ચાલ્યા ગયા બાદ જ્યારે ચેકિંગ કરાતું હતું તે દરમિયાન સ્ટાફને મૃતદેહ મળી આવતા રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા મૃતદેહની તલાશી લઈ સંબંધીઓનો સંપર્ક કરાતાં મૃતદેહની ઓળખ થઈ હતી. જોકે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ મૃતદેહે કલાકો સુધી postmortem ની રાહમા પડ્યો રહ્યો હતો.

વેરાવળમાં બાંદ્રા- સોમનાથ ટ્રેનમાંથી મળી આવ્યો મૃતદેહ, તંત્રના વાંકે રઝળતો રહ્યો દેહ

વેરાવળ : બાંદ્રા સોમનાથ ટ્રેનની અંદર વહેલી સવારે મૃતદેહ મળી આવતા રેલવે પોલીસ ફોર્સ દોડતો થયો છે. ટ્રેનના S4 કમ્પાર્ટમેન્ટમાં બધા યાત્રીઓ ચાલ્યા ગયા બાદ જ્યારે ચેકિંગ કરાતું હતું તે દરમિયાન સ્ટાફને મૃતદેહ મળી આવતા રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા મૃતદેહની તલાશી લઈ સંબંધીઓનો સંપર્ક કરાતાં મૃતદેહની ઓળખ થઈ હતી. જોકે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ મૃતદેહે કલાકો સુધી postmortem ની રાહમા પડ્યો રહ્યો હતો.

fallbacks

પાટણની શુરપણખા: પ્રોપર્ટી માટે પોતાના ભાઇ, ભાભી અને ફુલ જેવી ભત્રીજીને વધેરી નાખી

બાંદ્રાથી વેરાવળ ટ્રેનમાં પોતાના સંબંધીઓને મળવા આવવા માટે બેસેલા 34 વર્ષના પુરુષ ભીખુભાઈ દેવળીયા ટ્રેન ખાલી થયા બાદ કમ્પાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. છેલ્લે ગત રાત્રે 8 વાગે તેઓનો સંપર્ક થયો હતો. ત્યારે રેલવેના ડોક્ટર દ્વારા મૃત્યુનું પ્રાથમિક અનુમાન હાર્ટ એટેક હોવાનું જણાવાયુ હતુ. પરંતુ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

GUJARAT CORONA UPDATE: નવા 9 કેસ, રાજ્ય વેન્ટિલેટર મુક્ત થયું, માત્ર 67 કેસ એક્ટિવ

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળ હોવાને કારણે કલાકો સુધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ ના કરતા અંતે મૃતદેહને જુનાગઢ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તંત્રની બેદરકારીને કારણે મૃતદેહ રઝળી પડ્યો હતો. આ તંત્ર જીવતા માણસની તો ઠીક મૃત વ્યક્તિની પણ ઇજ્જત કરતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More