Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી સિક્યોરીટી અને પોલીસ બાદ હવે બોડીગાર્ડ કરશે સત્તાધીશોની સુરક્ષા

ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી સિક્યોરીટી અને પોલીસ બાદ હવે બોડીગાર્ડ કરશે સત્તાધીશોની સુરક્ષા
  • વિદ્યાર્થી નેતાઓના વિરોધથી બચવા બોડીગાર્ડની સત્તાધીશોએ લીધી મદદ
  • શું ગુજરાત યુનિવર્સિટીને પોલસી કરતા પણ વધુ ભરોસો બોડીગાર્ડ પર છે
  • શું બોડીગાર્ડના સુરક્ષા કવચથી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓના વિરોધ પ્રદર્શનને અટકાવી શકશે ખરાં?  

અતુલ તિવારી/અમદાવાદ :આમ તો ગુજરાત યુનિવર્સિટીમાં સતત વિદ્યાર્થી નેતાઓ દ્વારા જુદા જુદા પ્રશ્નો મામલે વિરોધ પ્રદર્શન કરાતા હોય છે. ક્યારેક તો ગુજરાત યુનિવર્સિટી (gujarat university) ના કુલપતિ, ઉપકુલપતિ અને રજિસ્ટ્રારનો ઘેરાવો પણ કરવામાં આવે છે. આ વિરોધથી બચવા ખાનગી સિક્યોરીટી તેમજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોલીસની મદદ લેવાતી રહી છે. પરંતુ હવે નવા વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં હટ્ટા-કટ્ટા બોડીગાર્ડ પણ નજરે પડે તો ચોંકી નાં જતા. કેમકે હવે સત્તાધીશોએ આવા વિરોધી વિદ્યાર્થીઓથી રક્ષણ માટે બોડીગાર્ડ રાખવાની શરૂઆત કરી છે.

fallbacks

યુવા વિદ્યાર્થી નેતાઓ માટે ગુજરાત યુનિવર્સીટીને રાજનીતિમાં પ્રવેશ માટેનો દ્વાર માનવામાં આવે છે. ABVP હોય કે NSUI હોય સતત વિદ્યાર્થીઓના પ્રશ્નો મામલે અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાતા કેટલાક નિર્ણયો મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા રહ્યા છે. ભૂતકાળમાં આવા પ્રદર્શનો વખતે ક્યારેક ખુરશીઓ ઉછળી છે, તો ક્યારે વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી પણ થઈ જાય છે. વિદ્યાર્થી નેતાઓએ વિરોધ દરમિયાન અનેકવાર કુલપતિ, ઉપકુલપતિ તેમજ રજિસ્ટ્રારનો ઘેરાવ તો ક્યારેક ધક્કે પણ ચઢાવ્યા છે. આવી સ્થિતિ જ્યારે પણ બની છે ત્યારે ખાનગી સિક્યોરીટી સિવાય અત્યાર સુધી ગુજરાત યુનીવર્સિટી પોલીસની મદદ પણ લેવાતી રહી છે. જરૂર જણાતા પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતાઓની અટકાયત તો ક્યારેક FIR નોંધવા સુધીઓના પગલા પણ લેવાયા છે. પરંતુ પોતાની સુરક્ષા માટે હવે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને કદાચ ખાનગી સિક્યોરીટી અને પોલીસ પર વધુ વિશ્વાસ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને સુરક્ષા માટે બોડીગાર્ડ પર વધુ વિશ્વાસ હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

fallbacks

ગુજરાત યુનિવર્સીટીના સત્તાધીશોને વિદ્યાર્થી નેતાથી રક્ષણ માટે બોડીગાર્ડની જરૂર પડે એ શિક્ષણજગત માટે ચિંતાજનક બાબત કહી શકાય. પરંતુ આગામી દિવસોમાં વિદ્યાર્થી નેતાઓ કોઈ મુદ્દે વિરોધ અથવા રજૂઆત કરવા ગુજરાત યુનિવર્સિટી પહોંચે અને આ બોડીગાર્ડ દ્વારા જો તેમને અટકાવવામાં આવશે તો અત્યાર સુધી થતા ઘર્ષણ અને વિવાદો કરતા પણ ભવિષ્યમાં વધુ મોટો વિવાદ સર્જાય તો નવાઈ નહિ. કેમકે અત્યાર સુધી તો સિક્યોરીટી ગાર્ડ અને પોલીસકર્મીઓ કેટલાક વિદ્યાર્થી નેતાઓને સમજાવી લેતા હતા, પરંતુ હટ્ટા કટ્ટા બોડીગાર્ડ યુનિવર્સિટીના સતાધીશોને કેટલું રક્ષણ પૂરું પાડી શકશે તે તો આવનારો સમય જ બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More